________________
મૈત્યાદિ ભાવના”
૧૧૯ સ્વભાવથી જ સુખ ઉપર સ્નેહ હોય છે, અને તેથી સુખને અનુભવ થતાં, તેમ જ એ થઈ ગયા પછી, “મને સર્વ પ્રકારનું સુખ હે” એવી સુખવિષયક એક વૃત્તિ ઉદય પામે છે; એનું નામ “રાગ છે. પરંતુ આ વૃત્તિ કદી સંપૂર્ણ સંતેવી શકાય એમ નથી, કેમકે કેટલાંક સુખ અલભ્ય છે અને કેટલાંક દુર્લભ હોઈ દુઃખમિશ્ર છે; એટલું જ નહિ પણ સુખે અસંખ્ય છે; તેમાં કેટલાંક દષ્ટ છે, કેટલાંક અદષ્ટ છે; જગતમાં જ દષ્ટ–અદષ્ટ છે એટલું જ નહિ પણ વળી કેટલાંક અદષ્ટ સુખે જેમ આ લોકનાં છે તેમ કેટલાંક સ્વર્ગલેકનાં છે, જે સર્વ સંપાદન કરી શકવા માટે મનુષ્ય પાસે જોઈતાં સાધનો જ નથી. આ રીતે સુખસંપાદનને અભાવે રાગ ચિત્તને ડહોળી નાંખે છે, મલિન કરે છે. આ મલિનતારૂપ પરિણામ નિવારવાનું સાધન એક છે. જ્યારે સુખી પ્રાણુઓમાં આ સર્વે સુખે છે તે મારાં જ છે, એ પ્રકારની મૈત્રીની ભાવના કરે ત્યારે એમનું સુખ એ પિતાનું જ અનુભવાય છે અને એમ ભાવના થતાં રાગની નિવૃત્તિ થાય છે; જેમ પિતાને રાજ્યાભાવ છતાં પુત્રાદિનું રાજ્ય એ પોતાનું જ માનવાથી થાય છે, તે રીતે. આ રાગની નિવૃત્તિ થઈ એટલે જેમ વર્ષ (માસું) ગયા પછી શરઋતુની નદી નિર્મળ થાય છે તેમ ચિત્ત નિર્મળ થાય છે. એ જ પ્રમાણે, “દુઃખાનુશયી” –એટલે દુઃખને અનુભવ થતાં અને થઈ ગયા પછી “આવું દુઃખ મને કદી ન થાઓ એવી દુઃખવિષયક જે અનેક વૃત્તિ ઉત્પન્ન થાય છે તેનું નામ દેવું. હવે જ્યાં સુધી શત્રવ્યાધ્રાદિ છે ત્યાંસુધી દુઃખનું સર્વથા નિવારણ થઈ શકતું નથી. જે જે કારણથી દુખ પેદા થાય છે તે સર્વને નાશ થવો અશક્ય છે, તેથી એ દિષ” હમેશાં હૃદયને બાળે છે. પરંતુ “મારી માફક અન્ય કેઈને પણ દુઃખ ન થાઓ એ પ્રકારે દુખી પ્રાણીઓમાં જે કરુણાની ભાવના કરે તે વિરાદિ દ્વેષની નિવૃત્તિ થઈ, ચિત્ત પ્રસન્ન થાય છે. માટે સ્મૃતિ કહે છે કે
"प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा। आत्मौपम्येन भूतानां दयां कुर्वीत मानवः ॥"
=“પ્રાણુ જેમ પિતાને વહાલા છે તેમ ભૂત માત્રને પણ છે. માટે મનુષ્ય પિતાનો દાખલો લઈ ભૂતમાત્રમાં દયા કરવી જોઈએ.” આ દયાને પ્રકાર મહાન પુરુષોએ આ રીતે દર્શાવ્યો છે –
“सर्वेऽत्र सुखिन: सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दःखमाप्नुयात् " ||