________________
૧૧૮
મિથ્યાદિ ભાવના” જેથી વાચકને વધારે વિશ્વાસપૂર્વક સમજાશે કે આપણું શાસ્ત્રો મિત્રી કરુણ' આદિ ભાવનાના સદાચારને કેવું મહત્વ અપે છે, તથા ભગવાન પતંજલિ જેવા ગીઓ પણ એને વેગનું કેવું સાધન માને છે!
આ ભાવનાઓનાં સ્વરૂપ અને પ્રયોજન પતંજલિ મુનિએ આ રીતે સૂત્ર રચી સમજાવ્યાં છે:-“મૈત્રીવાપમુરિપેક્ષા નુલુપુષ્યપુષિsari મrષનાંતચિત્તાવાવન” અર્થાત, ક “સુખ દુ:ખ પુણ્ય અને પાપ વિષયક' ક્રમે કરી મિત્રી કસ્રણ મુદિતા અને ઉપક્ષાની ભાવના કરવાથી ચિત્તપ્રસાદ પ્રાપ્ત થાય છે. અત્રે આરંભમાં જ પ્રશ્ન થશે કે “ચિત્તપ્રસાદ” એટલે શું? “ચિત્તપ્રસાદ”એટલે અંતઃકરણને નિમેળ આનન્દ. સંસ્કૃતમાં “પ્રસાદ’ શબ્દના બે અર્થ થાય છેઃ (૧) નિર્મળતા અને (૨) આનન્દ. આ બીજો અર્થ ગુજરાતીમાં રૂઢ છે, પરંતુ સંસ્કૃતમાં ઉભય અર્થ સ્વીકારાએલા છે એ ઉપરથી એક મહત્ત્વને તત્ત્વવિચાર ફલિત થઈ આવે છે કે નિર્મળતા અને આનન્દ વચ્ચે બહુ નિકટ સંબધ છે. એ ઉઘાડું જ છે કે આનન્દ હોય ત્યાં નિર્મળતા હોય એવો નિયમ નથી, તથાપિ નિર્મળતામાં આનન્દ સમાએલો છેઃ સાક્ષાત્ રીતે સ્વતઃ સમાએલો છે કે વિશ્વયત્નમાં નિર્મળતાને લાંબે પરિણામે આનન્દરૂપી બદલે મળે છે, એ જુદે પ્રશ્ન છે, અને એને વિચાર અત્રે પ્રસ્તુત નથી. પ્રકૃતમાં એટલું જ કહેવું બસ છે કે આ સૂત્રમાં જે “ચિત્તપ્રસાદ” સાધ્યરૂપે નિદો છે, તેમાં આનન્દ તેમ જ એનું કારણ નિર્મળતા ઉભયને સમાવેશ વિવક્ષિત છે – અર્થાત સાધકે આન્તરાવલોકનથી નક્કી કરવાની બાબત એ છે કે જે આનન્દ ઉત્પન્ન થયો છે તે નિર્મળ છે કે એમાં પરમાત્માથી ભિન્ન એવા કેઈપણ મલિન પદાર્થને ગબ્ધ રહ્યો છે. આ દ્વિતીય પક્ષ સમજાય તે સાધકે વૃથા કતકૃત્યતાને દંભ ન કરતાં આ સૂત્રમાં દર્શાવેલે ભાગે પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરવી, અર્થાત મૈથ્યાદિ ભાવના આચરવી-જેથી ખરો “ચિત્તપ્રસાદ” નામ નિર્મળ આનન્દ પ્રાપ્ત થશે એમ પતંજલિ મુનિને ઉપદેશ છે.
ચિત્તને મલિન કરનારા પદાર્થ ચાર છેઃ રાગ, દેવ, પુણ્ય અને પાપ. હવે રાગ હેપ કેને કહેવા, એ વાત પતંજલિ મુનિએ આ પ્રમાણે સમજાવી છેઃ “ગુણાનુ રાજ – ગુણાનુરાથી જેષઃ ” પ્રાણીમાત્રને
સુખી” “દુખી આદિ ન કહેતાં “સુખ” “દુઃખ' કહેવામાં જ અત્રે પદાર્થનું બાહુલ્ય સૂચવવા ઉપરાંત વ્યક્તિની ગૌણુતા દર્શાવવાનો હેતુ છે.