________________
શ્રીમદ્ભગવદ્દગીતા "अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः। सर्व झानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥"
ભલે તે સર્વ પાપીમાં પાપી છે, પણ જ્ઞાનરૂપી નાકાવડે તે સમસ્ત પાપના દરીઆને સારી રીતે તરી જઈશ.'—તાત્પર્ય કે જ્ઞાન એ એવો પદાર્થ છે કે મનુષ્યને પાપની પાર લઈ જાય છે. જ્ઞાનને ધર્મ જ એ છે કે પાપને પાછળ મૂકતા જવું અને આગળ પ્રયાણ કરવું. કદાચ કોઈને શંકા થાય કે કર્યો પાપ ક્યાં જવાનાં ? એને ઉત્તર કે –
"यथैधांसि समिद्धोग्निर्भस्मसात् कुरुतेऽर्जुन । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा ॥
અર્થાત, ઉપર જે પાપને દરીઆની ઉપમા આપી એ એમ બતાવવાને કે દરીઆ જેટલા અથાગ વિસ્તારવાળાં અને ઊંડાં પાપ પણ જ્ઞાનથી એાળંગી શકાય છે. આ ઉપમાથી કેાઈને એમ થાય કે કર્યાં પાપ તે પાછળ વિતરેલાં કાયમ રહ્યાં જ, તે તેને માટે ભગવાન આ બીજી ઉપમા આપે છે કે જેમ ભડભડ બળતે અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે ” અર્થાત, જ્ઞાનને એવો ધર્મ છે કે એ પાપી સંસ્કારને હતા તેવા રહેવા દઈને જ નવા શુભ સંસ્કારે ઉમેરતું નથી. પણ દરેક નવો શુભ સંસ્કાર ઉપજાવવામાં જ જૂના અશુભ સંસ્કારને નાશ કરે છે. વધારે ચક્કસ રીતે બોલીએ તે, જ્ઞાને સંસ્કાર પાડવાને નથી પણ આત્માનું આન્તર તાત્વિક સ્વરૂપ જ બહાર પ્રકટાવી આપવાનું છે. આત્માનું તાત્ત્વિક સ્વરૂપ શુદ્ધ છે માટે જ પાપને જ્ઞાનથી ક્ષય સંભવે છે. નહિ તે પાપપુણ્ય તિપિતાનું બલ હમેશાં એક એકની હામે અજમાવ્યા કરત, અને આત્મા તો ઉભયના વિગ્રહનું એક જડ ક્ષેત્ર થઈ પડી રહેત. પણ વસ્તુત: એમ નથી. આત્મામાં પાપની હામે થવાનું, એને નાશ કરવાનું બલ છે; બલ જ્ઞાનનું છે; અને તે અન્તમાંથી બહાર આવી ચતરફથી ઘેરો ઘાલી બેઠેલા પાપની હામે લઢે છે, અને એને ક્ષય કરે છે. આ રીતે પાપને સંહાર કરવાનું ખરું સાધન જ્ઞાન છે. આજ હું એક ખોટું કૃત્ય કરે અને કાલે યથાકથંચિત બીજું સારું કૃત્ય કરૂ એટલાથી મારો આત્મા સુધરતા નથી; કારણ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જ એ સારું કૃત્ય કરું છું ત્યાં સુધી મહારૂ આચરણ એક જડ પદાર્થના જેવું છે. જ્યારે સારાને ભાવ જ્ઞાન વડે હુ અન્તમાં ગ્રહી લઉં ત્યારે જ ગમે તે પ્રસંગે પણ સારૂ જ કરવાનું મહારામાં સામર્થ્ય આવે. આજ નિર્દય થાઉ અને કાલે સાય