________________
૨.
શ્રીમદભગવદ્ગીતા. Are welling, bubbling forth, unseen, incessantly ? " જ
' ' Why labour at the dull mechanic oar, When the fresh breeze is blowing, And the strong current flowing,
Right onword to the eternal shore ?" અને તેથી જ શ્રીમદ્ભાગવત પણ કહે છે – येऽन्येऽरविन्दाक्ष विमुक्तमानिनस्त्वय्यस्तभावादविशुद्धबुद्धयः। आरुह्य कृच्छ्रेण परं पदं ततः पतन्त्यधोऽनादृतयुष्मदंघ्रयः॥ * અને તેથી જ શ્રીકૃષ્ણભગવાન અત્રે ઉપદેશ છે કે – "सर्वधर्मान् परित्यज मामेकं शरणं व्रज"
(૩) કીલક (૩) આમ ભગવતપરાયણતામાં અપૂર્વ શક્તિ રહી છે ખરી. પણ ખરા ધાર્મિક આત્માને શંકા થાય છે કે-હું, પાપી હેઈ, પરમપદ કેમ પ્રાપ્ત કરી શકું? મહારા પાપી આત્માને એ દિવ્ય ધામમાં સ્થાન કેવું? આ શંકા સાચા હૃદયને સ્વાભાવિક છે. પણ પરમાત્માની દિવ્યશક્તિનું જ્યાં સુધી અપૂર્ણ ભાન છે ત્યાં સુધી જ એ શંકાને અવકાશ છે. ભગવપાના ભનેહર અને પવિત્ર ફુવારાની નીચે આવીને ઉભા રહેતાં જ, સર્વ પાપરૂપ મેલ ધોવાઈ જાય છે. અને સર્વ અજ્ઞાનજન્ય સત્તાપ શમી જાય છે. ન ધારશે, કે અર્જુન પાપી રહીને જ પરમપદ પ્રાપ્ત કરવાનો હતઃ પાપરહિત રહીને તો પરમપદને પહોંચાતું જ નથી. અત્રે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે ગમે તેટલાં પાપ કર્યો હોય તે પણ પાપમાં એવી શક્તિ નથી કે એ તમારા આત્માને હમેશ માટે બગાડી મૂકે ગમે તે ક્ષણે આત્માને એના શુદ્ધ સ્વસ્વરૂપમાં પ્રકાશાવી શકાય છે, અને એ પ્રકાશ પ્રકટ થતાં જ પાપ હતું જ નહિ એમ થઈ જાય છે માટે શ્રીકૃષ્ણભગવાન અન્યત્ર કહે છે કે
ભાવાર્થ-હે અરવિન્દાક્ષ! -ભગવદ્ ! બીજા કેટલાકે જે પિતાને મુક્ત થઈ ગએલા માની બેસે છે, તેઓ તમારામાં ભાવરહિત હોવાથી એમની બુદ્ધિ મલિન જ રહે છે. આવા લોકે મહા મહેનતે ઊંચું પદ પ્રાપ્ત કરે છે, પણ પ્રાપ્ત કરીને પણ–તમારા ચરણને અનાદર કરેલ હોવાથી પાછા નીચે પડે છે.