________________
શ્રીમદ્ભગવદ્દગીતા
આ
અવિષયત્વ ઉપર ઉભા રહી, પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યો અવકવાં જોઈએ, એને બદલે તું આત્માને એક નશ્વર પ્રાકૃત પદાર્થ માની બેઠો છે, અને છતાં શબ્દો તે મોટા મોટા ડહાપણના બેલે છે. માત્ર શબ્દો જ બેલે છે; એનું રહસ્ય સમજ નથી સમજતો હોય તે તારા જાણવામાં હોવું જ જોઈએ કે કર્તવ્યભાવના એ જડ, કૃત્રિમ નિયમેની બનેલી નથી; પણ જીવંત, અને એક છતાં અનેક રૂપ ધરતી એવી દિવ્ય શક્તિ છે. તું જે સ્વર્ગ-નેહ–દયાની વાત કરે છે એ કર્તવ્યભાવનાના આકાર શિવાય બીજું શું છે? સગાંવહાલાંને નેહ સારે છે, પણ વિશ્વવ્યાપિની કર્તવ્યભાવના આગળ કેટલીકવાર એને પણ ગૌણુ કરે પડે છે. વસ્તુતઃ એ સ્નેહ પણ કર્તવ્યભાવનાને અંગે જ સારે બને છે. આ સર્વ વાતનું અજ્ઞાન એ ગીતાનું બીજ છે.
- ક્રિશ્ચયને ઘણીવાર ગીતા ઉપર આક્ષેપ કરે છે કે કૃષ્ણ અર્જુનને યુદ્ધરૂપી કુમાર્ગ દર્યો. પરંતુ સારા બેટાના જગતમાં કેવા કેવા અસંખ્ય પ્રસંગે ઉપજે છે, એક પ્રસંગે સારૂ એ બીજે પ્રસંગે ખાટું, અને એક પ્રસંગે ખાટું એ બીજે પ્રસંગે સારું કેવું બને છે—અને છતાં, સર્વ બહારના ફેરફારની વચ્ચે સારા ખેટાનું અન્તસ્તત્ત્વ કેવું કાયમ રહે છે–એ પૂર્ણ રીતે ક૯૫નામાં લાવવા માટે પુષ્કળ કલ્પનાબળની જરૂર છે. આને અભાવે જ ઉપર બતાવેલા આક્ષેપ થાય છે. કલ્પનાશકિત પ્રસંગવશાત જાગ્રત થતાં, ક્રિશ્ચયને પિતે જ શું કહે છે એ બતાવવા એક હૈોર્ડ બિશપ ઓફ કલકત્તાના ઉપદેશમાથી અમે નીચેના શબ્દો ટાંકીએ છીએ-જે વાંચતાં ગીતાના સિદ્ધાન્તુ વાચકને તુરત સ્મરણ થશે. (ઇટાલિક અક્ષરે વાચકનું ખાસ ધ્યાન દોરવા માટે અમે મૂક્યા છે.)
"To make little of warfare, to enter upon it with a light heart, to forget its physical horiors or its angry passions, to try to minimise its pains, its losses, its bereavements, that were a spirit quite unworthy of our faith. Yet it is possible perhaps to exaggerate the evil, great as it is, which is and must be inherent in warfare. War is an evil, but it is not the worst of evils; and it is not the worst, because the sufferings which it entails are not the worstills that may happen to humanity. There are causes for which man will