________________
શ્રીમદ્ભગવદ્ગીતા છે, અને જે સમસ્ત વિશ્વમાં વિશ્વતા લાવે છે, વિશ્વમાં અનસૂત થઈ એમાં સત્તા (Existence) પૂરે છે, અર્થ ( Meaning ) અર્પે છે, અને તે તે પદાર્થોને પરસ્પર સાંકળી (Unity) વિશ્વને એમનું અંગી' બનાવે છે એવો મહાન પદાર્થ આ સામા છે. જેને એના સ્વરૂપનું ભાન થયું છે તેને હું હારું, સગાંવહાલાં, સ્વર્ગનરક આદિ કાંઈ જ રહેતું નથીઆત્માની વિશાળતામાં એ સર્વ રૂપાન્તર પામે છે, આત્મરૂપ બને છે. અત્રે એમ તાત્પર્ય નથી કે સગાંવહાલાંને મારવામાં પાપ જ નથી; તાત્પર્ય એટલું જ છે કે સગાંવહાલાંને વા કેઈને પણ મારવામાં પાપ જ છે એમ નથી. અર્થાત મારવું એ જ્ઞાનનું ચિહ્ન નથી, તેમ એનું વિરોધી પણ નથી. , જ્ઞાન-અજ્ઞાન ભારવા–નમારવામાં રહેલાં નથી, પણ આત્મસ્વરૂપના સાક્ષાકાર-અસાક્ષાત્કારમાં રહેલાં છે. એ સાક્ષાત્કારના માર્ગમાં કવચિત મારા વાની ફરજ આવી પડે છે, કવચિત ભરવાની પણ આવી પડે છે. દેવતાએએ દધીચિ ઋષિ પાસે વજ બનાવવા સારૂ એમનાં હાડકાં ભાગ્યાં– ત્યાં મરીને હાડકાં આપવામાં દધીચિ ઋષિનું જે જ્ઞાનીપણું સમાએલું હતું, તે જ જ્ઞાનીપણું અર્જુન કૌરવોને મારે એમાં રહેલું હતું. અજુનનું સન્માર્ગગામી તરીકે તેમ જ ક્ષત્રિય તરીકે એ જ કર્તવ્ય હતું કે જ્યારે કૌરવો એની સહામે યુદ્ધમાં ઉતર્યા ત્યારે એમની સાથે ધર્મયુદ્ધ કરવું, અને અસ પક્ષના ક્ષય માટે પરમાત્માએ જે યોજના ચાલતી કરી હતી એની સિદ્ધિમાં નિમિત્ત થવું. આ મહાન કર્તવ્ય આગળ બીજા સર્વ વિચારોને ગૌણ કરી નાંખવા જોઇતા હતા, અને તેમ કરવા માટે વિશાળ દૃષ્ટિબિન્દુ પ્રાપ્ત કરવાની જરૂર હતી. આ દૃષ્ટિબિન્દુ આત્માની વિશાળતા અને પરતાનું પ્રતિપાદન કરી શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવ્યું છે. એ સમજાવતા પહેલાં, એ બેટી ખોટી શંકા સંકેચ અને કૃપણતાની વૃત્તિમાં ફસાઈ પડયો હતો, અને એક મહાન ગિરિવરના શિખરેથી જેવાને બદલે, ભોંયતળીએ પડેલી પિતાની ઝુંપડીમાં ભરાઈને આમ તેમ નજર ફેરવતે હતઃ વિશ્વનું, અને આત્મા (સર્વવ્યાપી તત્ત્વ) નું દૃષ્ટિબિન્દુ છોડી દેહનું અને અન્તઃકરણનું દષ્ટિબિન્દુ પકડી બેઠા હતા. માટે જ શ્રીકૃષ્ણ ભગવાન એને
જશોચાનવર પ્રજ્ઞાવાર માહૈિ” જેને શોક કર ઘટતો નથી તેને તું શેક કરે છે, અને છતાં ટા હેટા ડહાપણના શબ્દો બોલે છે!” આત્માના અમૃતત્વ અને