________________
અષ્ટાદશશ્લોકી ગીતા
ઉદ્દેશ કરે એવું તે ન જ હોવું જોઈએ. ઉદ્વેગ કર્યા વિના સત્ય અને હિત બોલી ન જ શકાય એમ નથી જ. વળી જેણે પિતાની કર્તવ્યભાવનાને સ્વાધ્યાયરૂપે અભ્યાસ કર્યો નથી, તે અન્ય પ્રતિ પૂર્વોક્ત ગુણવાળી વાણું કેમ રાખી શકે? રાખે તે પણ તે દભ માત્ર ઠરે. માટે સ્વાધ્યાયના અભ્યાસ' ની પણ જરૂર છે. છેવટ “તપ” શબ્દ ધ્યાનમાં રાખવાનું છે. અર્થાત–એ સર્વ એક ધાર્મિક ફરજ તરીકે એટલે પરમાત્મા અર્થે કરવાનું છે અને એ “તપ” છે, કારણ એમાં “કામ”ને–સ્વાર્થને–નિષેધ છે, ત્યાગ છે. આટલું વિવરણ નીચેના એક માટે બસ છે – .
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् । स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥
१७ अ० १६ श्लो
(શ્રદ્ધાત્રયવિભાગ) [ “અનુદ્દેગકર, સત્ય, પ્રિય, અને હિત એવું વાક્ય, અને સ્વાધ્યાયાભ્યસન તે વાડ્મય તપ કહેવાય છે.”]
૧૮
આ પ્રમાણે શ્રી કૃષ્ણને સમગ્ર ઉપદેશ સાંભળી અર્જુન કહે છે – “હે અશ્રુત! તમારા પ્રસાદ થકી મારે મેહ નાશ પામે, સ્મૃતિ પ્રાપ્ત થઈ સંદેહ દૂર થઈ જઈ હું તમારી પાસે ઉભે છું. તમારા વચનાનુસાર કરીશ.” અતિમ અધ્યાયને ક હેઈ, આ વાક્યમાં અનેક ગૂઢ તાત્પર્યસમાએલાં છે.
અત્રે મુખ્ય ભાવાર્થ એવો છે કે મેક્ષ જ્ઞાનલભ્ય છે, ક્રિયાલભ્ય નથીઅર્થાત એમાં કાંઈક નવીન પ્રાપ્ત કરવાનું નથી, પણ છે તેનું જ–સ્વસ્વરૂપનું જ-અનુસન્ધાન માત્ર કરવાનું છે. આત્માને સ્વભાવ જ એવો છે કે એને તે જ્ઞાન જ સંભવે, એના ઉપર કઈ પણ પ્રકારે ક્રિયા સંભવે જ નહિ, - ક્રિયા તે પ્રકૃતિની–દ્રષ્ટાની નહિ પણ દશ્યની–ભૂમિકામાં જ રહે, અને
એ ક્રિયામાં પ્રકટ થતું તત્ત્વ ક્રિયામાં હોવા છતાં ક્રિયા થકી પર હોય. ક્રિયામાંથી સ્વયં જ્ઞાન ઉપજાવી શકાતું જ નથી, પણ જ્ઞાનને પ્રકાશ થતાં ક્રિયા નવીન ચમત્કારી સ્વરૂપ ધારણ કરે છે. માટે વેદાન્ત વૃક્ષના મૂલમાં જ અમૃતસિચન કરે છે, અને એ સિચન થએથી પુષ્પપલવાદિ એની મેળે જ દિવ્ય રસથી ભરાઈ દિવ્ય રૂપે પ્રકાશશે એમ માને છે; ડાળી પાંદડાં ગમે તેટલાં