________________
અષ્ટાદશશ્લોકી ગીતા
શાસ્ત્રની ખરી ભાવના બેઈ બેસે છે ત્યારે જે પુરુષ ભગવદ્રપ થએલ છે તેનામાં એ ભાવના શુદ્ધ અને પ્રબળ રહે છે. આટલા ખુલાસા સાથે નીચેને ક સમજવાને છે–
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । न स सिद्धिर्मवाप्नोति न सुख न परां गतिम् ॥
૨૬ ૩ રરૂ મો
(દૈવાસુરસંપદ્વિભાગ) [ “જે શાસ્ત્રવિધિને ત્યજી કામચારથી વર્તે છે તે સિદ્ધિ પામતે નથી, સુખ કે ગતિ પામતે નથી.”]
આ રીતે અનેક મહાન જનેને વિચારથી–એટલે મૂળમાં પરમાત્માથી –ઘડાએલી જનમંડળની વ્યવસ્થાને માન આપનાર પુરુષની જનમંડળ તરફ કેવી વર્તણુક હોય છે એ બતાવે છે. વાણું એ સર્વ વ્યવહારનું પ્રધાન સાધન છે, માટે વાણીને ઉપલક્ષણ-સૂચક–કરી એ કેવી હોવી જોઈએ એ કહે છે. કહે છે કે-એનું વાકય કાઇને ઉઠેગ કરે એવું હોતું નથી, તથા સત્ય, પ્રિય અને હિતકારી હોય છે.” દરેક વાક્ય અવશ્ય સત્ય અને હિતકારી હેવું જાઈએ એમાં તે શંકા જ નથી, પણ વિશેષમાં એ પણ સ્મરણમાં રાખવાનું છે કે જે સત્ય અને હિત ઉપર શોતાને પ્રેમ ન ઉપજે તે સત્ય અને હિત નિષ્ફલ નીવડે છે. માટે સત્ય અને હિતકારી પણ સાથે પ્રિય લાગવાપણું પણ જોડાવું જોઈએ. ઘણી વાર સત્ય હિત અને પ્રિયનો વિરોધ ઉપસ્થિત થાય છે, પણ સર્વત્ર ત્રણેને સમન્વય કરવાની ભાવના રાખવી જરૂરની છે. એવી ભાવના રાખતાં બહુ ઉત્તમ ફળ સિદ્ધ થાય છે. જ્યાં ત્રણને વિરોધ મટાડી શકાય એમ ન હોય ત્યાં શું કરવું? એને ઉત્તર પણ માં “સત્ય”-શબ્દને છેક છૂટે રાખી મુખ્ય ઠરાવી, તથા પ્રિય” શબ્દને સમાસના અપ્રધાન અંગરૂપે ગૌણ બનાવી, તથા “હિત” શબ્દને સત્યથી કાંઈક પાછળ મૂકી, આપી દીધું છે. સત્ય અને હિતને વિરોધ થો વિરલ છે, છતાં જ્યાં એવો વિરોધ દેખાય ત્યાં સત્યને જ પ્રાધાન્ય આપવું; કારણ સત્ય એ જ પરિણામે હિત છે, છતાં સત્ય ખાતર જેટલો પ્રિયતાનો ભેગ આપવાની છૂટ છે, તેટલી હિતકારીપણું ઉપેક્ષવાની છૂટ નથી. યદ્યપિ પ્રિયહોવાપણું સૌથી ઓછા મહત્ત્વનું ગયું છે તથાપિ એટલું તે મુખ્ય ઠરાવ્યું છે કે હરેક વાક્ય સ્પષ્ટ રીતે પ્રિય ભલે ન હોય, પણ