________________
૯૦૨
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી
* તથા અપવર્તનાકત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિક વધારે પ્રમાણમાં હોય છે. તેથી ઉદયમાં પણ વધુ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમાદિ સમયે નહિ કહેતાં
ચરમસમયે જ જઘન્ય પ્રદેશદય કહેલ છે. પ્ર. ૭૨. દેવમાંથી એવી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરનાર જીવને પ્રથમ સમયે કઈ કઈ
પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશદય થાય? વળી તે જ એકેન્દ્રિયને દ્વિતીયાદિ સમયમાં અથવા બેઈન્દ્રિયાદિ અન્ય જીવોને જઘન્ય પ્રદેશદય કેમ ન હોય? અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદશનાવરણ, વિના ત્રણ દર્શના વરણ, નપુંસકદ, તિયચકિ, સ્થાવર અને નીચગાત્ર આ બાર પ્રકૃતિને ક્ષપિતકમાંશ એકેન્દ્રિય જીને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પરંતુ તેઓને દ્વિતીયાદિ સમયમાં અથવા અન્યને વેગ અસં.
ખ્યગુણ હોવાથી ઉદીરણા અધિક થતી હોવાથી ઉદીરણા દ્વારા ઉદયમાં અધિક પ્રદેશ આવે અને દેવભવની છેલ્લી આવલિકામાં અતિસંક્ષિણ પરિણામે બંધાયેલ કર્મલિકેની બંધાવલિકા વ્યતીત થઈ જાય. માટે તે દલિ પણ ઉદીરણા દ્વારા અધિક પ્રમાણમાં ઉદયમાં આવે. માટે જઘન્ય પ્રદેશોદય ન થાય. વળી દલિની ઉદ્વર્તન કરેલ હોવાથી પહેલા સમયમાં દલિક પણ
ઘણાં ઓછાં હોય છે. માટે જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પ્ર. ૭૩. એકેન્દ્રિયમાં કેટલી અને કઈ-કઈ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય હોઈ શકે?
અવધિ વિના ચાર જ્ઞાનાવરણુ, અવધિ વિના ત્રણ દર્શનાવરણુ, શીણદ્વિત્રિક, નપુંસકવેદ, તિર્યચઢિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિકષર્ક, તેજસ-કાશ્મણ સપ્તક, વિક્રિયષક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કના વીશતીર્થકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, બાદર પંચક, યશઃ નામકમ, દુઃસ્વર વિના સ્થાવર નવક અને નીચત્ર-એમ કુલ સત્તોતેર પ્રકૃતિએને એકેન્દ્રિયમાં જ
જઘન્ય પ્રદેશોદય હાય. પ્ર. ૭૪. ધ્રુવસત્તા પ્રકૃતિમાં એવી કઈ પ્રકૃતિઓ છે કે-જેઓની સત્તા સાવાદિ
ચાર પ્રકારે હોય? ઉ, ચાર અનંતાનુબંધિ કષા ધ્રુવસત્તાક હેવા છતાં તેઓની સત્તા સાવાદિ
ચાર પ્રકારે છે. પ્ર, ૭૫. અનંતાનુબંધિની સત્તા વિષયક શુ મતાન્તર છે?
અહિં તેમ જ કર્મ પ્રકૃતિ વગેરેમાં અનંતાનુબંધિની સત્તા સાત ગુણસ્થાનક કહી છે ત્યારે પંચમ કર્મગ્રંથ વગેરેમાં અગિયાર ગુણસ્થાનક સુધી કહેલ છે. આ મતાન્તર છે.