________________
૮૭૦
પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
' યશકીર્તિ તથા સંજવલન લાભના અનુષ્ટ તથા અજઘન્યના ચાર–ચાર અને ઉત્કૃષ્ટ તથા જઘન્યના બે-બે પ્રકાર હોવાથી એક–એકના બાર એમ બેના વીશ ભંગ થાય છે. • ચાર અનંતાનુબંધિના અજઘન્યના ચાર અને શેષ ત્રણના બે-બે એમ એકએકના દશદશ જેથી ચારના ચાલીશ ભાંગા થાય છે.
શેષ ચોરાશી પ્રવાસત્તા પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રદેશસત્તા “સાદિ-અધુવ” એમ બે-બે પ્રકારે હેવાથી એક એકના નવ-નવ એમ ચોરાશી પ્રકૃતિએના કુલ સાતસે છપ્પન્ન ભાંગા થાય છે.
અઠ્ઠાવીશ અધુવસત્તા પ્રકૃતિના જઘન્યાદિ ચારે “સાદિ–અધુવ” એમ બે બે પ્રકારે હોવાથી એક–એકના આઠ-આઠ એમ અઠ્ઠાવીશના કુલ બસો ચાવીશ. આ પ્રમાણે પ્રદેશસત્તા આશ્રયી એકસે અઠ્ઠાવન પ્રકૃતિએના કુલ ચૌદસે ચોરાશી ભાંગા થાય છે.
ત્યાં વાષભનારાચ વિના પૂર્વોક્ત સાતવેદનીયાદિ ઓગણચાલીશ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકમાંશ આત્માને ક્ષપકશ્રેણિમાં પિતા પોતાના બંધવિચછેદ સમયે માત્ર એક જ સમય હોવાથી “સાદિ–અધવ” એમ બે પ્રકારે છે. બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી અનુણ પ્રદેશ સત્તા શરૂ થતી હોવાથી સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અને ધ્રુવ અને ભવ્યને અધુવ છે.
વજઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમાં રહેલ ગુણિતકમીશ મિથ્યાત્વાભિમુખ જીવને સમ્યક્ત્વના ચરમસમયે માત્ર એક જ સમય હોય છે. તેથી “સાદિ–અવ” એમ બે પ્રકારે છે. વળી તે જ આત્મા મિથ્યા આવે ત્યારે પુનઃ અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ તથા ભવ્યને અધ્રુવ છે.
આ ચાલીશે પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા પિતકમાંશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે સમયમાત્ર લેવાથી “સાદિ-અછુવ” છે. વળી ક્ષયના ઉપાજ્ય સમય પુધીની સઘળી સત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે.
યશકીર્તિ તથા સંવલન લેભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકમશ જીવને ક્ષપકશ્રેણિમાં પિતપોતાના બંધવિચ્છેદ સમયે એક સમય માત્ર હોવાથી “સાદિ–અધુવ” છે. અનુ&ણ પ્રદેશસત્તા બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી થાય છે. માટે તેની સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સ્થાનને નહિ પામેલા છાને અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અgવ એમ ચાર પ્રકારે છે.
આ બન્ને પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા અપ્રમત્ત ગુણસ્થાને યથાપ્રવૃત્તકરણના