________________
૮૩૨
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ વાથી, કેટલીકને પિતાની સ્વજાતીય મૂળકર્મથી અભિન્ન અન્ય પ્રકૃતિઓને ભાગ મળવાથી અને કેટલીકને તે બન્ને રીતે ભાગ મળવાથી તે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
મતિજ્ઞાનાવરણ આદિ પાંચ જ્ઞાનાવરણ અને દાનાન્તરાય આદિ પાંચ અંતરાય આ બધી પ્રવૃતિઓ હંમેશાં સાથે જ બંધાતી હોવાથી અને વેદનીય તથા ગોત્રની. અને પ્રકૃતિઓ એકી સાથે બંધાતી ન હોવાથી તેઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મોહનીય અને આયુષ્યરૂપ પરપ્રકૃતિને ભાગ મળવાથી જ થાય છે.
આયુષ્યકમની એકી સાથે બે-ત્રણ પ્રકૃતિએ બંધાતી ન હોવાથી ઉત્કૃષ્ટગે. યથાસંભવ બંધાતા ચારે આયુષ્યને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
શેષ ત્રણ કર્મની દરેક પ્રવૃતિઓને સ્વ અને પર એમ બન્ને પ્રકારના ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. જેમ દર્શનાવરણીયકર્મમાં નિદ્રાદ્ધિકને થીણદ્ધિત્રિક વિના છ પ્રકૃતિએ બંધાતી હોય અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે તેને આયુષ્ય અને થીણુદ્વિત્રિકને ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એમ સર્વ પ્રકૃતિઓમાં યથાસંભવ વિચારવું. માત્ર મિથ્યાત્વ, નપુંસક, સ્ત્રીવેદ તથા થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કેવલ આયુષ્યરૂપ પરપ્રકૃતિનાં જ દલિક મળવાથી થાય છે.
(૨) સાધાદિ પ્રરૂપણ મૂળપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી-એમ સાદાદિ પ્રરૂપણા બે પ્રકારે છે.
ત્યાં મોહનીય અને આયુષ્ય એ બે કર્મના ચારે બંધ સાદિ–અધવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના આઠ એટલે બે કર્મના સેલ, તેમ જ શેષ જ્ઞાનાવરણીયાદિ છે કમને અનુત્ય પ્રદેશબંધ સાદિ વગેરે ચાર પ્રકારે અને શેષ ત્રણ બધે સાદિ અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દશ એટલે છ કર્મના સાઠ, એમ સોલ તથા સાઠ મળી કુલ પ્રદેશ આશ્રયી આઠે કમેના છોત્તેર ભાંગા થાય છે.
તથાસ્વભાવે જ સાસ્વાદન તથા મિશ્રગુણઠાણે ઉછોગ હોતે નથી. માટે જ મિથ્યાત્વનો ભાગ મળવા છતાં અનતાનુબંધીને સાસ્વાદન ગુણસ્થાનકે અને થીણદ્ધિત્રિકને ભાગ મળવા છતાં નિદ્રાસ્ટિકનો મિશ્રગુણસ્થાને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. એમ સર્વત્ર સમજવું.
જે પ્રકતિઓને પર્યાપ્ત સંજ્ઞીને મિથ્યાત્વ ગુણસ્થાને ઉત્કૃષ્ટગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું હોય તે પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ અધ્રુવ જ હોય, તેમ જ આયુષ્ય વિના મૂળ કે ઉત્તર કેઈપણ પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહેવો હોય ત્યારે . અષ્ટવિધ બંધક લે' નહિ, કારણ કે તે વખતે અખધ્યમાન આયુષ્યને ભાગ પણ શેષ પ્રકૃતિઓને મળે છે.