________________
વચસહ-પાંચમું દ્વાર સારસગ્રહ
૮૨૩
આ અને કર્મને સમ્યગ્દષ્ટિને પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અને સંકિલષ્ટ કે વિશુદ્ધ પરિણામે અજઘન્ય, પુનઃ પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અને સકિલષ્ટ કે વિશુદ્ધ પરિણામે અજઘન્ય એમ વારાફરતી અનેક્વાર થતા હોવાથી તે સાદિ-અgવ છે.
ગોત્રકમને નીચગોત્ર આશ્રયી જઘન્ય રસબંધ ઉપશમસમ્યવની પ્રાપ્તિના પૂર્વ સમયે એટલે કે મિથ્યાત્વના ચરમસમયે સાતમી નરકને નારક એક સમય જ કરે છે. માટે તે સાદિ અધ્રુવ છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત કરી તેને ઉચ્ચગેત્રની અપેક્ષાએ અજઘન્ય રસબંધ કરે છે. ત્યારે અજઘન્યની સાદિ, જઘન્ય રસબધના સ્થાનને અથવા બંધવિચ્છેદ સ્થાનને નહિ પ્રાપ્ત કરેલાઓને અનાદિ, અંભએને ધ્રુવ અને ભવ્યને અધુવ છે.
ગોત્રકમના ઉત્કૃષ્ટ રસબંધના છે અને અનુષ્કૃષ્ટ રસબંધના સાવાદિ ચારે પ્રકાર વેદનીયકર્મની જેમ જ છે..
આયુષ્યકમ અધુવMધી હેવાથી તેના દરેક અંધ સાદિ અને અgવ એમ બે જ પ્રકારે છે.
તેજસ, કામણ, અગુરુલઘુ, નિર્માણ અને શુભવર્ણચતુષ્ક એ આઠ શુભ ધ્રુવબધી પ્રકૃતિએને સંસિ-પચેન્દ્રિય મિથ્યાષ્ટિ અતિસક્લિષ્ટ પરિણામે જઘન્ય અને શષકાળે અજઘન્ય, પુનઃ અતિસક્લિષ્ટ પરિણામે જઘન્ય અન્યથા અજઘન્ય એમ પર્યાયે રસબધ કરતે હેવાથી બન્ને રસબંધ સાદિ-અધુવ છે. આ આઠે પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસબંધના છે અને અનુશ્રુષ્ટ રસબંધના ચાર પ્રકાર વેદનીયકર્મની જેમ જ સમજવા. માત્ર એ આઠને ઉત્કૃષ્ટ રસબંધ શપક અપૂર્વકરણે સ્વબંધવિચ્છેદ સમયે એક સમય માત્ર કરે છે એટલી વિશિષ્ટતા છે.
મિથ્યાત્વ, થીણુદ્વિત્રિક અને અનંતાનુબંધી ચતુષ્ક એ આઠને એકી સાથે સમ્યકુત્વ અને સર્વવિરતિની પ્રાપ્તિ કરનાર મિથ્યાષ્ટિને મિથ્યાત્વના ચરમસમયે, અપ્રત્યા
ખાનીય ચતુષ્કનો ક્ષાયિક સમ્યક્ત્વ સહિત સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચતુર્થ ગુણસ્થા-નકના ચરમસમયે, પ્રત્યાખ્યાનીય ચતુષ્કને સર્વવિરતિ પ્રાપ્ત કરનારને પંચમ ગુણસ્થાચકના ચરમસમચ, નિદ્રાદ્ધિક, અશુભવણ ચતુષ્ઠ, ઉપઘાત, ભય અને જુગુપ્સાને ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાને સ્વ-સ્વબંધવિચ્છેદ સમયે, ચાર સંજવલનને નવમાં ગુણસ્થાને સ્વ-સ્વબંધવિચછેદ સમયે અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદને દશમા ગુણસ્થાનકના ચરમસમયે સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. પછી અંધવિચ્છેદ થાય છે તેથી તે સાદિ-અધુવ છે. પિતપતાના અબંધસ્થાનથી પહેલાને પુનઃ બંધ શરૂ થાય ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, અMધસ્થાનને અથવા જઘન્ય -રસબંધના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને ધ્રુવ અને ભવ્યને અધુવ એમ જઘન્ય રસબંધ ચાર પ્રકારે છે.