________________
८२०
પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
પછી-પછીના સમયમાં અબાધામાંથી હાનિ થતી હોવાથી તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેવાય નહિ, અને અપ્રમત્ત ગુણસ્થાનકે આયુષ્યના બંધને આરંભ થતું ન હોવાથી તેમજ તસ્ત્રાગ્ય વિશુદ્ધ પરિણામી મુનિ જ દેવાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા હોવાથી અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ કહેલ છે.
મનુષ્ય અને તિય"ચાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશુદ્ધ પરિણામી અને શેષ એકસે ચૌદ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રિતિબંધ સંકિલટ પરિણામી મિથ્યાષ્ટિ સંસિ-પંચેન્દ્રિય કરે છે.
ત્યાં સૂકમત્રિક વિકલેન્દ્રિયત્રિક, નરકત્રિક, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક અને મનુષ્ય તિર્યંચાયુએ પંદર પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મનુષ્ય-તિયા જ કરે છે. કારણકે-મનુષ્ય તિર્યંચાયુ સિવાય શેષ તેર પ્રવૃતિઓ દેવ–નારકો તથાસ્વભાવે બાંધતાં નથી, તેમાં નરકદ્ધિક તથા વૈક્રિયદ્ધિકને અતિસંકિલષ્ટ અને શેષ નવ પ્રકૃતિઓને તાત્માગ્ય સંકિલષ્ટ મનુષ્ય-તિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. જ્યારે મનુષ્ય તિય ચાયુની ત્રણ પલ્યોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ તથા નારકે તથાસ્વભાવે જ આંધતા નથી અને અતિવિશુદ્ધ પરિણામે આયુબંધને નિષેધ હોવાથી આ બને આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત~ાગ્ય વિશુદ્ધ મનુષ્ય-તિયા જ કરે છે.
નારકે તથા સનત્કમારાદિ દેવે તેમાં ઉત્પન્ન ન થતા હોવાથી એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મને બંધ કરતા નથી અને મનુષ્ય-તિય અતિસંકિલણ પરિ@ામે નરક પ્રાગ્ય જ બંધ કરતા હોવાથી આ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી. જ્યારે ભવનપત્યાદિ ઈશાન સુધીના દેવને હલકામાં હલકું ઉત્પત્તિસ્થાન એકેન્દ્રિયમાં જ હોવાથી તેઓ આ ત્રણ પ્રકૃતિઓને અતિસંક્ષિણ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિઅંધ કરે છે.
અતિસંકિલષ્ટ પરિણામી નારકે તથા સહસ્ત્રાર સુધીના દેવ તિર્યચકિક, ઔદારિદ્ધિક, છેવટું સંઘયણ અને ઉદ્યાત નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે, ત્યાં
ઔદારિક અંગોપાંગ અને છેવા સંઘયણને ઈશાન સુધીના દેવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી કારણ કે ઈશાન સુધીના દેવ એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થતા હોવાથી અતિસકિલષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાગ્ય બંધ કરે છે. તેથી તેની સાથે ઔદારિક અંગેપાંગ અને છેવટું સંઘયણ બંધાતું નથી.
આ છએ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસલિષ્ટ પરિણામે જ થાય છે. મનુષ્ય તથા તિય અતિસ ક્લિષ્ટ પરિણામે નરક પ્રાગ્ય જ બંધ કરે છે અને મધ્યમ પરિણામ હોય તે આ પ્રકૃતિઓને મધ્યમ સ્થિતિબંધ કરે છે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી.
સાતાદનીય, હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, મનુષ્યદ્રિક, પ્રથમનાં પાંચ સંધયણ તથા પાંચ સંસ્થાન, શુભવિહાગતિ, સ્થિરષર્ક અને ઉચ્ચગોત્ર આ પચીશ પ્રકૃતિઓને