________________
-પંચસગ્રહ-પાંચમું હાર
૭૭૫
અહિં જ્ઞાનાવરણાદિ ચૌદ પ્રકૃતિઓના ક્ષીણમાહ ગુણસ્થાનકના કાળ સંખ્યાતેમાં ભાગ શેષ રહ્યો અને સ્થિતિઘાત તથા ગુણિ બંધ થઈ તેથી તેના તે સંખ્યા-તમા ભાગ પ્રમાણ સ્પર્ધકો અને શેષ કે જ્યાં સ્થિતિવાતાદિ પ્રવર્તે છે તે સંપૂર્ણ સ્થિતિનું એક સ્પદ્ધક કુલ એક અધિક સંખ્યામા ભાગના સમય પ્રમાણ જ્ઞાનાવરણાદિ ચૌદ પ્રકૃતિએના સ્પદ્ધકે થાય છે અને નિદ્રાદિકમાં એક ઓછું થાય છે. -એટલું યાદ રાખવું કે ઉદયવતીની અપેક્ષાએ અનુદયવતી પ્રકૃતિઓનું સ્પદ્ધક એક ઓછું જ થાય છે. આ પ્રમાણે ક્ષીણમાહ ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ પ્રમાણ ૨૫દ્ધક થયા તે કહ્યું. . હવે સ્પર્ધક શી રીતે થાય છે તે કહે છે–
ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે સત્તાગત સ્થિતિ ઘટાડીને જે સંખ્યામાં ભાગ પ્રમાણ રાખી તે પણ યથાસંભવ ઉદય ઉદીરણ વડે ક્રમશઃ ક્ષય થતા થતા ત્યાં સુધી કહેવું યાવત્ એક સ્થિતિ શેષ રહે. જ્યારે તે એક સ્થિતિ શેષ રહી ત્યારે તેમાં ક્ષપિતકમશ કાઈ આત્માને ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે ચરમ સમયાશ્રિત પહેલું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. તેમાં એક પરમાણુને પ્રક્ષેપ કરતા બીજું એટલે કે તે છેલા સ્થાનકમાં વર્તમાન- એક અધિક -પરમાણુની સત્તાવાળા પિતકશ જીવ આશ્રયી બીજું પ્રદેશસત્કર્મથન બે અધિક -પરમાણુની સત્તાવાળા જીવ આશ્રયી ત્રીજું પ્રદેશસત્કર્મસ્થાન, એ પ્રમાણે એક એક પરમાણુ વધતા વધતા નિરતર પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવા યાવત્ ગુણિતમશ આત્માને તે ચરમ સ્થિતિમાં વર્તતા સત્કૃષ્ટ પ્રદેશની સત્તાનું છેલ્લું પ્રદેશ સત્કર્મ સ્થાન થાય. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનના પિંડરૂપ ચરમ સ્થિતિસ્થાન -આશ્રયી સ્પદ્ધક થયું.
બે સ્થિતિ શેષ રહે ત્યારે ઉક્ત પ્રકારે બીજું સ્પર્ધક થાય. એ પ્રમાણે સર્વોપત્તના વડે ક્ષીણકષાય ગુણસ્થાનકના કાળની સમાન કરાયેલ સત્તાગત સ્થિતિના જેટલા સ્થિતિ વિશે-સમય હોય, તેટલા સ્પદ્ધ થાય છે.
તથા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી આરંભી પશ્ચાનુપૂવિએ અનુક્રમે વધતા વધતા ત્યાં સુધી કહેવું ચાવત પિતાપિતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય, આ પણ સંપૂર્ણ સ્થિતિનું એક સ્પર્ધક થાય છે. આ એક સ્પર્ધક અધિક થતું હોવાથી જ્ઞાનાવરણ પંચકાદિ ઉદયવતી પ્રકૃતિઓના એક સ્પર્ધક વડે અધિક ક્ષીણુકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના ચરમ સમય પ્રમાણ પદ્ધ થાય છે. તથા નિદ્રા અને પ્રચલાની ક્ષીણકષાયગુણસ્થાનકના ચરમસમયે સત્તા નહિ હોવાથી હિચરમ સ્થિતિ આશ્રયી સ્પર્ધક થાય છે માટે તે ચરમ સ્થિતિ સંબંધી સ્પદ્ધક વડે હીન તે બંનેના સ્પર્ધા થાય છે. એટલે તે બંનેના કુલ સ્પર્ધકે ક્ષીણકષાય ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગના - સમયપ્રમાણે જ થાય છે. ૧૭૪