________________
૭૬૮
પંચસ ગ્રહ-પાંચનું દ્વાર
આહારકસપ્તની જઘન્ય પ્રદેશસત્તા નીચેની ગાથામાં કહેશે. ૧૬૯ હવે લાભ વિગેરે પ્રકૃતિની અને આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા કહે છે
अंतिमलोभजसाणं असेढिगाहापवत अंतमि । मिच्छत्तगए आहारगस्स सेसाणि नियते ||१७० ||
अन्तिमलोभयशसोः अश्रेणिगयथाप्रवृत्तकरणान्ते । मिथ्यात्वं गते आहारकस्य शेषाणां निजकान्ते ॥ १७० ॥
અથ—ઉપશમશ્રણિ કર્યા સિવાય ક્ષપકશ્રેણુિં કરતા યથાપ્રવૃત્તકરણના અતસમયે સજ્વલન લેાલ અને યશઃઝીર્તિની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. આહારમ્સતકની મિથ્યાત્વે ગયેલાને જઘન્ય પ્રદેશસત્તા હોય છે અને શેષ પ્રકૃતિની પાતપેાતાના ક્ષય સમયે જધન્ય પ્રદેશસત્તા હોય છે.
ટીકાનુ॰—જે ક્ષપિત્તકમાંશ આત્મા પહેલા ઉપશમશ્રેણિ કર્યાં સિવાય ક્ષપદ્મશ્રેણિ પર આરૂઢ થાય, તે ક્ષતિકાંશ આત્માને યથાપ્રવૃત્તકરણ-અપ્રમત્ત ગુણુસ્થાનકના ચરમસમયે સજ્વલન લાભ અને યશકીર્ત્તિની જધન્ય પ્રદેશસત્તા હોય છે.
જે માહના સથા ઉપશમ કરે તે શુસક્રમ વડે અયમાન અશુભ પ્રકૃતિએના ઉક્ત પ્રકૃતિમાં સંક્રમ થતા હોવાથી તેઓનું સત્તામાં ઘણુ ક્રેલિક પ્રાપ્ત થાય. અને તેમ થવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકે નહિ, જઘન્ય પ્રદેશસત્તાના વિષયમાં. તેનું કંઇ પ્રચાજન નથી માટે ઉપશમશ્રેણિ કર્યા સિવાય ક્ષપશ્રેણિ પર આરૂઢ થાય એમ કહ્યું છે.
તેમાં અપ્રમત્ત ગુણુસ્થાનકના ચરમસમયે જઘન્ય પ્રદેશસત્તા હોય છે. કારણ કે અપૂવ કરણુથી ગુણુસક્રમ શરૂ થતા લેવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી.
મિથ્યાત્વે ગયેલા આત્માને આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. એટલે કે-કાઇ અપ્રમત્ત આત્મા અલ્પકાળ પર્યંત આહારકસપ્તક ખાંધી મિથ્યાત્વે જાય અને ત્યાં પચાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે તેની ઉદ્દેલના કરે, ઉદ્દલના કરતા ચરમસમયે સ્વરૂપની અપેક્ષાએ સમય માત્ર સ્થિતિ અને કત્લ સામાન્યની અપેક્ષાએ એ સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે તે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
શેષ પ્રકૃતિએની ક્ષતિકાંશ આત્માને તે તે પ્રકૃતિના ક્ષય સમયે જઘન્ય પ્રદેશસત્તા હોય છે.
આ પ્રમાણે જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ કહ્યું. હવે પ્રદેશસત્તાના સ્થાનની પ્રરૂપણા માટે સ્પર્દકની પ્રરૂપણા કરે છે—