________________
પસંગ્રહ પાંચમું હાર,
Gડલ
આ મધ્યમ કષાયાણક આદિ સઘળી પ્રકૃતિએને ક્ષય ક્ષયક આશ્રયી કહ્યો છે. જ્યાં સુધી ક્ષય થઈ ન હોય ત્યાં સુધી સત્તામાં હોય છે, ત્યારપછી હેતી નથી અને ઈતર ઉપશમશ્રણમાં તે ઉપશાંતામહ ગુણસ્થાનક પથત સત્તામાં હોય છે એમ સમજવું. ૧૪૦
હવે આહારકસપ્તક અને તીર્થંકરનામકર્મની સત્તા સંભવ ગુણસ્થાનકોમાં કહે છેसव्वाणवि आहारं, सासणमोसेयराण पुण तित्थं । - उभये संति न मिच्छे तित्थगरे अंतरमुहत्तं ॥१४॥ सर्वेषामपि आहारं सास्वादनमिश्रेतरेषां पुनः तीर्थम् । 'उभयोः सतोर्न मिथ्यादृष्टिस्तीर्थकरेऽन्तर्मुहर्तम् ॥१४॥
અર્થ–સઘળા ગુણસ્થાનકવાળા ઓને આહારકસપ્તકની વિકલ્પ સત્તા હાય. છે. સાસ્વાદન અને મિશ્ર સિવાય અન્ય ગુણસ્થાનકે તીર્થકરનામની સત્તા ભજનાએ. હોય છે. બંનેની સત્તા હોય તે મિથ્યાણિ હોતું નથી. તીર્થકરની સત્તા છતાં અંતમુહૂર્ત પર્યત જ મિથ્યાષ્ટિ હોય છે.
ટકાનુ—મિથ્યાષ્ટિથી આરંભી અગિ કેવળી સુધીના સઘળા ને આહારકસપ્તકની સત્તા ભજનાઓ હોય છે. એટલે કે કદાચિત હોય છે. કદાચિત નથી પણ હતી.
સાતમે અને આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં આહારકનામકર્મ બાંધીને ઉપરના ગુણસ્થાનકે ચડે, અગર તે પડી નીચેના ગુણસ્થાનકમાં જાય તે સઘળા ગુણસ્થાનમાં સત્તા સંભવે, ન બાંધનારને ન સંભવે.
સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક સિવાયના સઘળા ને તીર્થકર નામકર્મની સત્તા ભજનાએ હેય છે. તીર્થકરનમકમને બંધ કર્યો હોય તે હેાય, નહિ તે ન હોય. પરંતુ સાસ્વાદન અને મિશ્રણને તે અવશ્ય હેતી નથી. કારણ કે જીવવભાવે જ તીર્થકર નામકર્મની સત્તાવાળો આત્મા બીજે અને ત્રીજે એ બે ગુણસ્થાનકે જ નથી.
તથા આહારકનામકર્મ અને તીર્થકરનામકર્મ એ બંનેની યુગપત્ એક જીવને જે સત્તા હોય તે તે છવ મિથ્યાદષ્ટિ હોતે જ નથી–એટલે કે બંનેની સત્તાવાળે આત્મા મિથ્યા જતો જ નથી.
કેવળ તીર્થકર નામકર્મની સત્તા મિથ્યાષ્ટિને અંતમુહૂ પયત જ હોય છે. વધારે કાળ હોતી નથી. એને સપ્તતિકા સંગ્રહમાં વિસ્તારપૂર્વક વિચાર કરશે, એટલે અહિં કર્યો નથી. -