________________
-સરગ્રહ-પાંચમું દ્વારા
મિથ્યાષ્ટિ ગુણઠાણે અભવ્યને અને અદ્યાપિ પર્યત સભ્યત્વ પ્રાપ્ત કર્યું નથી તેવા ભવ્યને સમ્યક્ત્વમોહનીય સત્તામાં હતી જ નથી અને ઉપશમ સમ્યકત્વથી પડીને આવેલા ભવ્યને જ્યાં સુધી ઉવેલે નહિ ત્યાં સુધી જ સત્તામાં હોય છે. તથા ઉપરના ગુણસ્થાનકેથી પડીને મિશ્રપણું પ્રાપ્ત કરે તેને મિશ્રગુણસ્થાનકે સમ્યકત્વ મોહનીચની અવશ્ય સત્તા હોય છે અને પહેલે ગુણઠાણે સમ્યક્ત્વાહનીય ઉવેલી મિશ્રપણું પ્રાપ્ત કરે તેને સત્તામાં નથી રહેતી. ચેથાથી અગિઆરમા સુધીમાં ક્ષાયિક સમ્યકત્રીને સત્તામાં હોતી નથી, ઉપશમ-ક્ષપશમ સમ્યફવીને હોય છે. માટે દશ ગુણસ્થાનકેમાં સમ્યકત્વમેહનીયની સત્તા ભજનાએ કહી છે. બારમા આદિ ગુણસ્થાનકમાં તે હતી જ નથી. ૧૩૪
सासणमीसे मीसं सन्तं नियमेण नवसु भइयव्वं । सासायणंत नियमा पंचसु भजा अओ पढमा ॥१३५॥ सास्वादन मिश्रयोर्मिनं सत् नियमेन नवसु भक्तव्यम् । सासादनान्ता नियमात् पञ्चसु भाज्या अतः प्रथमाः ॥१३५॥
અર્થ–સાસ્વાદન અને મિશ્રગુણઠાણે મિશ્રમોહનીય અવશય સત્તામાં હોય છે, -નવ ગુણસ્થાનકમાં ભજનાએ હોય છે. તથા સાસ્વાદન પર્યત પહેલા અનતાનુબંધિ કષાય અવશ્ય સત્તામાં હોય છે અને ત્યારપછીના પાંચ ગુણસ્થાનકે ભજનાએ હોય છે.
ટીકાનુ–સાસ્વાદન અને મિશ્ર એ બે ગુણસ્થાનકમાં મિશ્રમોહનીય અવશ્ય સત્તામાં હોય છે. કારણ કે સાસ્વાદ ગુણસ્થાનકવર્તિ આત્મા મોહનીયની અઠ્ઠાવીસે પ્રશ્નતિની સત્તાવાળા હોય છે અને મિશ્રમોહનીયની સત્તા વિના મિશ્રગુણસ્થાનક ઘટી -શકતું નથી, માટે સાસાઇન અને મિશ્રગુણઠાણે અવશ્ય મિશ્રમોહનીય સત્તામાં હોય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી ઉપશાંતમહ ગુણસ્થાનક પર્યત ભજનાએ હોય છે. એટલે કે કદાચિત હોય, કદાચિત્ ન હોય. તે આ પ્રમાણે–
ક્ષાયિક સમ્યકત્રીને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી, ઉપશમ-ક્ષયોપશમ સમ્યનવીને હોય છે, પહેલે ગુણઠાણે અભવ્યને અને જેઓએ હજુ સુધી સમ્યકત્વ પ્રાપ્ત
કર્યું નથી તેઓને મિશ્રમેહનીયની સત્તા હતી નથી અને સમ્યકત્વ પ્રાપ્ત કરી મિથ્યા જાય તેઓ તે જ્યાં સુધી ઉવેલે નહિ ત્યાં સુધી સત્તામાં હોય છે. એટલે નવ ગુણઠાણે ભજનાએ મિશ્રમોહનીયની સત્તા કહી છે.
સાસ્વાદન ગુણસ્થાનક પર્યત અનંતાનુબધિ કષાયે અવશ્ય સત્તામાં હોય છે કારણ કે મિથ્યાષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ છે અનંતાનુબંધિ અવશ્ય ખાંધે છે માટે તે બે ગુણસ્થાનકમાં તે તેની અવશ્ય સતા હોય છે. ત્યારપછીના