________________
પંચસંગ્રહ-પાંચર્સ દ્વાર તેમાં ઉત્કૃષ્ટ પ્રદેશેાદયને સ્વામિ કોણ છે? તેને પ્રતિપાદન કરવા માટે સંભવતી સઘળી ગુણણિઓ બતાવે છે–
संमत्तदेससंपुन्नविरइउप्पत्तिअणविसंजोगे ।। दसणखवगे मोहस्स समणे उवसंतखवगे अ ॥१०७|| खोणाइतिगे असंखगुणिय गुणसेढिदलिय जहकमसो । सम्मत्ताईणेकारसह कालो उ सखेसो ॥१०॥ सम्यक्त्वदेशसम्पूर्णविरत्युत्पत्यणविसंयोजनेषु । दर्शनक्षपके मोहस्य शमने उपशान्ते क्षपके च ॥१०७॥ क्षीणादित्रिके असंख्यातगुणितं गुणश्रेणिदलिकं यथाक्रमशः । सम्यकत्वादीनामेकादशानां कालस्तु संख्येयांशः ॥१०॥
અર્થ–સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અનતાઅધિની વિસાજના કરતા, દર્શનમોહનીય ક્ષય કરતા, ચારિત્ર મોહનીયને ઉપશમાવતા, ઉપશાંતહ ગુણસ્થાનકે, ચારિત્રહને ક્ષય કરતા અને ક્ષીણમાહાદિ ત્રણ ગુણસ્થાનકે એમ અગિઆર ગુણશ્રેણિ થાય છે. તથા તે સમ્યફવાદિ અગીઆર ગુણશ્રેણિઓમાં દળરચના અનુક્રમે અસંખ્ય અસંખ્ય ગુણ થાય છે અને કાળ અનુક્રમે સંખ્યાત સંખ્યાતમ ભાગ છે.
ટીકાનું –ઉદયસમયથી આરંભી પછી પછીના સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે જે દળરચના થાય તે ગુણશ્રેણિઓ અગીઆર છે. તે આ પ્રમાણે –
૧ સમ્યક્ત્વ ઉત્પન્ન થતા જે ત્રણ કરણ થાય છે તેમાં અપૂર્વકરણે તથા અનિ-વૃત્તિકરણે ગુણણિ થાય છે અને સમ્યફટવ પ્રાપ્ત થયા પછી આત્મા અંતમુહૂર્ત પર્યત અવશ્ય ચડતા પરિણામવાળે રહે છે, ત્યારે ગુણશ્રેણિ થાય છે તે સમ્યફવ નિમિત્તે થતી પહેલી ગુણશ્રેણિ * ૨-૩ દેશવિરતિ અને સર્વવિરતિ ઉત્પન્ન થયા પછી પણ આત્મા અંતમુહૂર્ત પર્યત અવશ્ય ચડતા પરિણામવાળે રહે છે અને ત્યારે જે ગુણશ્રેણિ થાય છે તે દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થતી બીજી અને ત્રીજી ગુણશ્રેણિ. જે કે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થયા પછી જ્યાં સુધી તે ગુણ રહે ત્યાં સુધી ગુણણિ થાય છે પરંતુ તે પરિણામોનુસાર થાય છે અને શરૂઆતના અંતમુહૂર્તમાં અવશ્ય પ્રવર્ધમાન ગુણિ થાય છે. સર્વવિરતિ નિમિત્તક ગુણણિ પ્રમત્ત અને અપ્રમત્ત બને ગુણસ્થાનકે થાય છે.