________________
પચાસગ્રહ-પાંચમું દ્વાર
બીજો પ્રચાગથી થયેલો ઉદય કહેવાય છે. તેનું બીજું નામ અસંપ્રાપ્તપદય અથવા ઉદીરણેય છે.
તાત્પર્ય એ કે અખાધાકાળના ક્ષય થવા વડે સ્વાભાવિક રીત થયેલો ઉદય અને તે ઉદય હોય ત્યારે ઉદીરણા કરણરૂપ પ્રયત્ન વડે થયેલે ઉદય એમ ઉદય બે પ્રકારે થાય છે.
અહિં સ્થિતિ ઉદયનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ઉપર જે ઉદયના બે પ્રકાર બતાવ્યા તેનું કારણ એ કે જેટલા સ્થાનકોને ઉદીરણથી અનુભવે છે તેનાથી ઉદયથી જે અનુભવે છે તે વધારે છે એ બતાવવું છે. • તે સ્થિતિને ઉદય સામાન્ય રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. અહિં સ્થિતિને ઉદય એટલે તે તે સ્થાનકોમાં રહેલા દલિકને ઉદય એ અર્થ છે.
એટલું ધ્યાનમાં રાખવું કે જે જે સ્થાનમાં ભોગવવા માટે દલિકની રચના થઈ છે તેમાંનું કોઈપણ સ્થાનક ઉદીરણા વડે તદન ખાલી કરતો નથી પરંતુ તે તે સ્થાનકમાં દલિકાને ચાગના પ્રમાણમાં ખેંચીને ઉદયાવલિકાના સ્થાનકમાં રહેલા દલિકો સાથે ભોગવવા ચોગ્ય કરે છે. તેમાં વધારેમાં વધારે જેટલા સ્થાનકોમાંના ક્રલિકને અનુભવે તે ઉણ સ્થિતિ ઉદય કહેવાય છે અને ઓછામાં ઓછા જેટલા સ્થાનકોમાંના દલિકને અનુભવે તે જઘન્ય સ્થિતિ ઉદય કહેવાય છે.
ઉદીરણાકરણ વડે જેટલા સ્થાનકેમાંના દલિકને અનુભવે છે તેનાથી ઉદયથી જે અનુભવે છે તે વધારે છે તે નીચેની ગાથામાં સમજાશે. ૧૦૨
ઉદીરણકરણ વડે વધારેમાં વધારે જેટલા સ્થાનકેમાંના દલિકને અનુભવે છે તેનાથી ઉદય વડે એક વધારે સ્થાનકના દલિક અનુભવે છેતે કહે છે.
उद्दीरणजोग्गाणं अभहियठिईए उदयजोग्गाओ । उदीरणायोग्याभ्योऽम्यधिकाः स्थित्या उदययोग्याः । અ—ઉદીરણા ચ સ્થિતિથી ઉદયરોગ્ય સ્થિતિ એક સ્થિતિસ્થાનક વહે અધિક છે.
કાતુ-ઉદીરણાગ્ય ઉપ સ્થિતિવાળી પ્રકૃતિએની ઉદીરણાગ્ય જે સ્થિતિઓ છે, તેનાથી ઉદયરોગ્ય સ્થિતિઓ ઉદયપ્રાપ્ત એક સ્થિતિ વડે અધિક છે. એટલે કે ઉદીરણા વડે વધારેમાં વધારે જેટલા સ્થિતિસ્થાનકોમાંના દલિકોને અનુભવે તેનાથી ઉદય વડે એક સ્થિતિસ્થાનકનાં અધિક દલિકે અનુભવે છે. તે આ પ્રમાણે–
ઉત્કૃષ્ટ સ્થિતિ જ્યારે બંધાય ત્યારે અબાધાકાળમાં પણ પૂર્વે બંધાયેલું કે જેને અબાધાકાળ વીતી ગયા હોય છે તે દલિક છે. કેમકે અબાધાકાળ તે વિવક્ષિત સમયે અંધાયેલી કમપ્રકૃતિઓને હોય છે. સંપૂર્ણ કર્મલતાને હેત નથી. દાખલા તરીકેજે સમયે મતિજ્ઞાનાવરણીયકર્મ ઉર સ્થિતિવાળું બંધાય ત્યારે તે સમયથી આરંભી