________________
હ૬
૫સંગ્રહ-પ્રથમકાર
તે તે મિશ્રદષ્ટિ છે, કારણ કે ભગવાન અરિહતે કહેલા સિદ્ધાંતના સઘળા અર્થને માને છે, માત્ર કેટલાક અર્થોને જ માનતા નથી. અહિં કેટલાક અર્થોની શ્રદ્ધા, કેટલાક અર્થોની અશ્રદ્ધા એમ શ્રદ્ધા અશ્રદ્ધાનું મિશ્રપ હાવાથી મિશ્રદષ્ટિ કહેવા જોઈએ,
મિદષ્ટિ કેમ કહેવાય? ઉત્તર–શ્રદ્ધા-અશ્રદ્ધાનું મિશ્રપણું હેવાથી મિશ્રદષ્ટિ કહેવા જોઈએ, મિયાદષ્ટિ નહિ. એ જે કહ્યું તે વસ્તુ સવરૂપનું જ્ઞાન હોવાથી અસત્ છે અહિં વસ્તુ વરૂપ આ છેજ્યારે વીતરાગે કહેલ છવ આજીવ આદિ સઘળા પદાર્થોને તે જિનપ્રણીત છે, માટે યથાર્થ રૂપે સહે ત્યારે તે સમ્યગૃષ્ટિ છે, જ્યારે જીવ અછવાદિ સઘળા પદાર્થોને અથવા તેના અમુક અંશન પણ અયથાર્થ રૂપે સહે ત્યારે તે મિથાદષ્ટિ છે, અને જયારે એક પણ દ્રવ્ય કે પર્યાયના વિષયમાં બુદ્ધિની મદતાવડે સમ્યગ્રજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનને અભાવ હેવાથી ન તે એકાતે યથાર્થ શ્રદ્ધા હોય, કે ના એકાતે અશ્રદ્ધા હોય, ત્યારે તે મિશ્રદષ્ટિ કહેવાય છે. શતકની ખૂહરચૂણિમાં કહ્યું છે કે--અનાળિયેર દ્વીપમાં વસનાર ભુખથી પીડિત કે એક પુરુષની આગળ એદન આદિ અનેક જાતને આહાર મૂકીએ, પરંતુ તેને તે આહાર ઉપર નથી તે રુચિ હતી નથી તે અરુચિ હતી, કારણ કે તે એકના આહાર પહેલાં કેઈ દિવસ તેણે દેજો નથી, તેમ તે કે હેય તે સાંભલ્યા નથી. એ જ પ્રમાણે મિશ્ન
ઇને પણું જીવાદિ પદાર્થ ઉપર રુચિ કે અચિ હોતી નથીઆ રીતે શ્રદ્ધા અશ્રદ્ધા અને ન હોય ત્યારે તે મિશ્રદણિ કહેવાય છે. પરંતુ જ્યારે એક પણ વસ્તુ કે પર્યાયના વિષયમાં એકાંતે અશ્રદ્ધા હોય ત્યારે તે મિથ્યાદષ્ટિ૪ કહેવાય છે. માટે અહિં કંઇ દેષ નથી. તે મિથ્યાત્વ પીચ પ્રકારે છે તેનું સ્વરૂપ આગળ ચોથા દ્વારા કહેવાશે.
૨. સારવાદન ગુણસ્થાનક–આય-ઉપશમસમ્યકત્વના લાભને જે નાશ કરે તે આયસાદન કહેવાય અહિં “વોવાસ” એ સૂત્ર વડે ય અક્ષરને લેપ થવાથી આસાદના શબ્દ બને છે. અનંતાનુબંધિ કષાયને ઉદય ઉપશમસમ્યકત્વને નાશ કરતે હેવાથી તે અનતાનુબધિષાયના ઉદયને જ આસાદન કહેવામાં આવે છે. કારણ કે જ્યારે અનંતાનુબંધિકષાયને ઉદય થાય છે ત્યારે પરમ આનંદ સ્વરૂપ અનંતસુખરૂપે ફળને આપનાર કેશવલના બીજભૂત પિશમસમ્યકત્વને લાભ અંતરકરણને ઓછામાં ઓછો એક સમય વધારેમાં વધારે છ આવલિકાકાળ બાકી રહે ત્યારે દુર થાય છે. આ આસાદન-અનંતાનુબંધિ કષાયના ઉદય સહિત જે વર્ત-હેય તે સાસાદન કહેવાય. તથા સમ્યક-અવિપરીત દષ્ટિજીવ અછવાદિ વતની શ્રદ્ધા છે જેને તે સમ્યગ્દષ્ટિ, સાસદન એ જે સમ્યગ્દષ્ટિ તે સાસાદન સમ્યગ્દષ્ટિ, એટલે કે અનતાનુબંધિ કષાયના ઉદયવાળે સમ્યગ્દષ્ટિ આત્મા તે સાસાદન સમ્યગદષ્ટિ, તેનું જે ગુણસ્થાન તે સાસાદના સમદષ્ટિ ગુણસ્થાન કહેવાય છે, અથવા સાસ્વાદન સભ્યદૃષ્ટિ ગુરુસ્થાન એવા પણ પાઠ છે. તેને અર્થ આ પ્રમાણે છે-સમ્યફવરૂપ રસનો આસ્વાદ કરે તે સારવાદન કહેવાય. જેમ કે માણસે ખીર ખાધી હોય તે વિશે સૂગ ચડવાથી વમન કરે તે વખતે તે ખીરના રસને આસ્વાદ લે છે, તેમ આ ઉપશમસમ્યગદષ્ટિ પણ અંતરકરણને ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છે આવલિકાકાળ બાકી રહે