________________
૬૬૨
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
મોહનીય અને આયુપણે પરિણામ થતું નથી, પરંતુ જેટલા બધાય છે તેટલા રૂપે જ પરિણામ થાય છે. માટે તે બે કમરના ભાગને પ્રવેશ થવાથી જ્ઞાનાવરણ અને અંતરાયકર્મની પ્રકૃતિએને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. સ્વજાતીય કોઈ ઉત્તરપ્રકૃતિના ભાગને પ્રવેશ થવાથી આ બે કર્મની પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું નથી. કારણ કે જ્ઞાનાવરણીય અને અંતરાય એ બંને કમની દરેક ઉત્તર પ્રકૃતિએને એક સાથે જ અંધવિચ્છેદ થાય છે.
તથા આયુને પિતાની સ્વજાતીય પ્રકૃતિને પ્રાપ્ત થયેલ ભાગના પ્રવેશ વડે જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે આ પ્રમાણે–જ્યારે જીવ આયુ બાંધે છે ત્યારે આઠે મૂળ પ્રકૃતિને બંધક હોય છે. માટે અન્ય પ્રકૃતિના ભાગને પ્રવેશ થવાથી તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોતું નથી, પરંતુ સ્વજાતીય પ્રકૃતિ વડે લભ્ય ભાગના પ્રવેશ વડે જ થાય છે. કારણ કે આયુના અવાંતર ચાર ભેદ છે, એક વખતે ચારમાંથી કોઈપણ એક આયુ જ બંધાય છે, વધારે બંધાતા નથી તેનું કારણ તથા પ્રકારને જીવસ્વભાવ છે. માટે શેષ ત્રણ આયુને ભાગ બંધાતા કેઈપણ આયુને જાય છે તેથી પિતાની જ સ્વજાતીય પ્રકૃતિ વડે લભ્ય-મેળવવા ચાગ્ય ભાગના પ્રવેશ વડે તેના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સંભવ છે. " 1. તથા શેષ દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ અને ગોત્રને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ અન્ય પ્રકૃતિના ભાગને પ્રવેશ થવાથી અને પિતાની સ્વજાતીય પ્રકૃતિના ભાગનો પ્રવેશ થવાથી એમ બંને રીતે થાય છે, તે આ પ્રકારે –
મેહનીય કર્મની કેટલીએક પ્રકૃતિઓને આયુબંધના વિચ્છેદકાળે તે આયુના ભાગને પ્રવેશ થવાથી ઉત્કૃષ્ટ પ્રદૈશબંધ થાય છે અને કેટલીએક પ્રકૃતિએને સ્વજાતીય પ્રકૃતિએને બંધવિચ્છેદ થયા બાદ વિચ્છેદ થયેલી તે પ્રકૃતિઓના ભાગને પ્રવેશ થવાથી થાય છે. એ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, નામ અને ગેત્રના ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માટે પણ આગમને અનુસરીને સમજી લેવું. ૮૧
૧ જ્ઞાનાવરણીય અને અંતરાય સિવાય દરેક કર્મમાં સ્વજાતીય નહિ બ ધાતી પ્રકૃતિના ભાગના વિકે આવવા પડે અને બીજા નાહ બંધાતા કમરના ભાગના દલિકે આવવા વડે પ્રદેશબંધમાં વૃદ્ધિ થાય છે, જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ પાચ જ પ્રકૃતિએ હેવાથી અને સાથે જ બંધમાથી જતી હોવાથી જાતીય પ્રકૃતિના ભાગના દલિકે આવવા વડે પ્રદેશબંધમાં વધારો થતા નથી પરંતુ પરપ્રકૃતિના ભાગના દલિકે આવવા વડે જ વધારો થાય છે. આયુકર્મ સહિત આઠે કમ બંધાતા હોય તે વખતે મેહનીય, વેદનીય, નામ, ગોત્ર અને આયુમાં રવજાતીય નહિ બધાની પ્રકૃતિના ભાગના દલિ આવવા વડે અને આયુ ન બંધાતું હોય ત્યારે નહિ બંધાતી સ્વ તથા પર પ્રકૃતિના ભાગના દલિઠે આવવા વડે પ્રદેશબંધમાં વૃદ્ધિ થાય છે. દર્શનાવરણીયમાં જ્યારે તેની નવે પ્રકૃતિએ બંધાતી હોય ત્યારે વિજાતિને ભાગ પ્રાપ્ત થતું નથી પરંતુ જ્યારે છું કે ચાર બંધાય છે ત્યારે જ સજાતીય ભાગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે મેહનીય માટે પણ સમજવું. -