________________
પંચસંગ્રહ-પાંચમું હાસ शुभधुवाणां प्रसादीनां चतसृणां पराघातपश्चेन्द्रियोच्छ्वासानां चतुर्गतिकाः । उत्कटमिथ्यादृष्टयस्ते एव स्व्यपुंसोविशुध्यन्तः ॥७२।।
અર્થ–શુભ ધ્રુવબંધિની આઠ, ત્રસાદિ ચાર, પરાઘાત, પંચેન્દ્રિય જાતિ અને ઉચ્છવાસનામ એ પંદર પ્રકૃતિઓને ચારે ગતિના સંક્લિષ્ટ પરિણામિ મિથ્યાષ્ટિ છે જઘન્ય રસબંધ કરે છે. તથા કંઈક વિશુદ્ધ પરિણામે વર્તતા તે જ જીવે જીવેદ અને નપુંસક વેદને જઘન્ય રસબંધ કરે છે.
ટીકાનું–શુભ વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, તેજસ, કાર્પણ અને નિર્માણ એ શુભ ધ્રુવબંધિની આઠ, તથા વસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક એ ત્રસાદિ ચાર, તથા પરાઘાત, પંચેન્દ્રિય જાતિ અને ઉચ્છવાસ નામકર્મ એ પ્રમાણે પંદર પ્રકૃતિએને ચારે ગતિમાં વર્તતા સંક્લિષ્ટ પરિણામિ મિથ્યાદષ્ટિ જઘન્ય રસબંધ કરે છે. તે આ પ્રકારે
નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા અતિલિષ્ટ પરિણામવાળા તિય અને અને મનુષ્ય ઉપરોક્ત પ્રકૃતિઓને જઘન્ય રસબંધ કરે છે. નરકગતિ પ્રાગ્ય બંધ કરતા પણ ઉપરોક્ત પ્રકૃતિઓ બંધાય છે. વળી નરકગતિ પ્રાગ્ય ઉત્કષ્ટ સ્થિતિ બાંધતા સર્વોત્કૃષ્ટ સંકુલેશ પણ છે એટલે તે સઘળી પુન્ય પ્રવૃતિઓને જઘન્ય રસબંધ થાય છે.
તથા ઈશાન દેવલોક સુધીના દેવે સિવાય ત્રીજાથી આઠમા દેવલોક સુધીના ક્લિષ્ટ પરિણામિ દેવો અથવા નારકીઓ તિર્યંચગતિ અને પંચેન્દ્રિય જાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતાં ઉપરોક્ત પ્રકૃતિએને જઘન્ય રસબંધ કરે છે. ઈશાન સુધીના સર્વોહૃષ્ટ સંકુલેશે વર્તતા દેવો તે પચેન્દ્રિય જાતિ અને વ્યસનમ વજીને શેષ તેર પ્રકૃતિઓને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે સર્વસંકિલષ્ટ પરિણામે તેઓ એકેન્દ્રિયજાતિ અને સ્થાવરનામકમને બંધ કરતા હોવાથી પંચેન્દ્રિય જાતિ અને વ્યસનામકર્મના બંધને અસંભવ છે.
તથા તે જ ચારે ગતિના મિથ્યાદષ્ટિ છે કંઈક વિશુદ્ધ પરિણામે વત્તતા સ્ત્રીવેદ અને નપુંસકવેદને જઘન્ય રસબંધ કરે છે. માત્ર કંઈક અલ્પ શુદ્ધ પરિણામવાળા નપુંસદને અને તેનાથી અધિક વિશુદ્ધ પરિણામવાળા સ્ત્રીવેદને જઘન્ય રસબંધ કરે છે, એમ સમજવું. તેનાથી પણ અધિક વિશુદ્ધ પરિણામવાળા તે પુરૂષદ બાંધે છે માટે બે વેદના બંધમાં અલ્પ વિશુદ્ધિવાળા છ લીધા છે. વેદ એ પાપ પ્રકૃતિ હિવાથી તેના જઘન્ય રસબંધમાં વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ હેતુ છે. ૭૨
थिरसुभजससायाणं सपडिवक्खाण मिच्छ सम्मो वा । मज्झिमपरिणामो कुणइ थावरेगिदिए मिच्छो ॥७३॥