________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
૨૩૯
બંધના ચરમ સમયે વત્તતા એક સમય માત્ર કરે છે. ત્યાંથી પડતા અજઘન્ય રસબંધ કરે છે, માટે તે અને સાદિ છે.
ટીકાનું –અશુભ ધ્રુવબધિની પૂર્વે કહેલી તેતાલીસ પ્રકૃતિએને અત્યંત વિશુદ્ધ પરિણામવાળા બંધના ચરમ સમયે વત્તતા એટલે કે જે જે ગુણસ્થાનકના જે જે સમયે તેઓને અંધવિચ્છેદ થાય તે સમયે વર્તતા ક્ષેપક આત્માઓ એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. આ વિષયમાં પહેલા વિચાર કર્યો છે.
ઉપશમણિમાં તે તે પ્રકૃતિને અંધવિચ્છેદ કરીને અગાડી ઉપશાંતમહે પણ જઈને ત્યાંથી જે ઓ પડે છે તેઓ અજઘન્ય રસબંધ કરે છે. માટે જઘન્ય અજઘન્ય એ બંને સાદિ થાય છે. માત્ર અજધન્ય અનુભાગબંધ સઘળા સંસારી જીને થાય છે તેથી જેઓ અંધવિચ્છેદ સ્થાનને પ્રાપ્ત નથી થયા તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનત અને ભવ્યને સાત છે. આ રીતે પહેલાં ચાર પ્રકારે કહેલ છે. ૬૭
આ પ્રમાણે અશુભ થવબંધિની પ્રકૃતિઓના જઘન્ય અને અજઘન્ય અનુભાગઅંધના સ્વામિ કહા. હવે શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સબંધના સ્વામિ કહે છે.
सयलसुभाणुकोसं एवमणुक्कोसगं च नायव्वं । वन्नाई सुभअसुभा तेणं तेयाल धुवअसुभा ||६|| सकलशुभानामुत्कृष्टमेवमनुत्कृष्टं च ज्ञातव्यम् । वर्णादयः शुमा अशुभास्तेन त्रयश्चत्वारिंद ध्रुवाशुभाः ॥६॥
અથ–સઘળી શુભ પ્રકૃતિએનો ઉત્કૃષ્ટ અને અનુસ્કૃષ્ટ અનુભાગ બંધ એ પ્રમાણે જ કરે છે, એમ જાણવું. વર્ણાદિ ચાર શુભ અને અશુભ એમ બંને પ્રકારે હોવાથી કુવસંધિની અશુભ પ્રકૃતિએ તેતાલીસ થાય છે.
ટીકાનુ–સઘળી સાતવેદનીય, તિર્યગાયુ, મનુષ્યાયુ, વાયુ, મનુષ્યદ્રિક, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, શરીર પચક, સમચતુરસ સંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, અગેપાંગત્રિક, પ્રશરત વર્ણગંધરસ સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાગતિ, ત્રશદશક, નિમણ, તીર્થંકરનામ અને ઉચ્ચત્ર એ બેતા-લીસ શુભ પ્રવૃતિઓને ઉદ્દષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગબંધ પણ પૂર્વે કહ્યા એ જ પ્રમાણે કરે છે એમ જાણવું. એટલે કે તે પ્રકૃતિઓના બાંધનારાઓમાં જે ચરમ –અત્યંત વિશુદ્ધ પરિણામવાળા છે તેઓ ઉત્કૃષ્ટ અનુભાગબંધ કરે છે અને જેઓ મંદ પરિણામવાળા છે તે અનુત્કૃષ્ટ અનુભાગબંધ કરે છે.
અહિં વર્ણાદિ ચારને શુભ પ્રકૃતિના સમુદાયમાં અને અશુભ પ્રકૃતિના સમુદાચમાં એમ બંનેમાં અંતર્ભાવ થાય છે માટે અશુભ યુવધિની પ્રકૃતિ તેતાલીસ