________________
૫૬
પંચસંગ્રહ– પાંચમું કાર એમ બંને સંખ્યાને બે વડે ભાગતાં ઉપર નવ અને નીચે પાંત્રીસ રહે, એટલે પાંત્રીસીયા નવ ભાગની સૂરમત્રિકાદિ છ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ આવે છે.
તથા વેદ અને મનુષ્યદ્ધિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પંદર કડાડી સાગરેપમાં પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા નીચેના જેટલી જ શૂન્યને ઉપરની સંખ્યામાંથી ઉડાડી પાંચ વડે અપવર્તન કરવી, એટલે ઉપલી અને નીચલી બને સંથાને પાંચ વડે ભાગી છેદ ઉડાડે–પાંચ વડે ભાગી સંખ્યા નાની કરવી એટલે સાગરોપમના ચૌદિયા ત્રણ ભાગ આવે તેટલી સ્ત્રીવેદ અને મનુષ્યદ્ધિકની જધન્યસ્થિતિ છે.
હાસ્ય, રતિ, શક્કીર્તિ વજીને સ્થિરાદિ પાંચ, શુભવિહાગતિ, સુરભિગંધ, શુકલવર્ણ, મધુરરસ, મૃદુ, લઘુ, તિગ્ધ અને ઉષ્ણુ સ્પર્શ, આદ્યસંસ્થાન, આદ્યસંઘયણ, એ સત્તર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ છે, તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા ઉપરની અને નીચેની બંનેની સંસ્થાની સરખી જ શૂન્યને દૂર કરતા સાગરોપમનો સાતી એક ભાગ આવે તેટલી હાસ્ય આદિ સત્તર પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ છે.
બીજા સંઘયણ અને બીજા સંસ્થાનની બાર કડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં નીચેની જેટલી જ શૂન્યને ઉપરથી દૂર કરતા અને પછી ઉપરની અને નીચેની બંને સંખ્યાને બે વડે છેદ ઉડાડતા પાંત્રીસીયા છ ભાગ રહે તેટલી બીજા સંઘયણ અને બીજા સંસ્થાનની જઘન્ય સ્થિતિ છે.
ત્રીજા સંઘયણ અને ત્રીજા સંસ્થાનને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચૌદ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર કરી ઉપલી નીચલી બને સંખ્યાને ચૌદે ભાગતાં સાગરોપમને પાંચીયે એક ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે.
ચોથા સંઘયણ અને ચોથા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કેડીકેડી સાગરેપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા શૂન્યને શૂન્ય વડે દૂર કરી એ છેદ ઉડાડતા સાગરોપમના પાંત્રીશીયા આઠ ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે.
પાંચમા સંઘયણ અને પાંચમા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કાડાકોડી સાગરિયમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં અને એ છેદ ઉડાડતા સાગરિયમના પાંત્રીસીયા નવ ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે.
ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુરુવર, અનાદેય, અયશકીર્તિ, તિદ્ધિક, ઔદારિકઢિક, હારિદ્ર, લોહિત, નીલ અને કૃષ્ણવર્ણ, દુરભિગધ, કષાય, આમ્સ, કટુક અને તિક્તરસ, ગુરૂ કર્કશ રૂક્ષ અને શીતપર્શ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિય જાતિ, નિર્માણ, આતપ, ઉદ્યોત,