________________
૫૯૫
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
द्वौ मासौ एकोर्द्धः अन्तर्मुहूतं च क्रोषपूर्त्राणाम् । शेषाणामुत्कृष्टात् मिथ्यात्वस्थित्या यल्लब्धम् ॥४८॥
અર્થ–સંજવલન ક્રોધાદિ ચારની અનુક્રમે બે માસ, એક માસ, અર્ધ માસ અને અન્તમુહૂર્ત પ્રમાણ છે. શેષ પ્રકૃતિઓની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા જે આવે તેટલી છે.
ટીકાનુ–સંજવલન કૅધ, માન, માયા અને લેભની અનુક્રમે બે માસ, એક માસ, અર્ધ માસ અને અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. તાત્પર્ય એ કે નવમા ગુણ સ્થાનકે જ્યાં તેઓને બંધવિચ્છેદ થાય છે ત્યાં બંધવિચ્છેદ સમયે ક્ષપકશ્રેણિમાં સંવલન ક્રોધની બે માસ, સંજવલન માનની એક માસ, સંજવલન માયાની અર્ધ માસ અને સંજ્વલન લોભની અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ બંધાય છે. દરેકમાં અંતમુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન કમળને નિષેકકાળ છે.
શેષ-જેટલી કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કહી તે સિવાય અન્ય પ્રકૃતિઓની પિતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તે જઘન્ય સ્થિતિ છે. એ જ જઘન્ય સ્થિતિ બતાવે છે.
નિદ્રાપંચક અને અસાતવેદનીય એ દરેક પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડાકેડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સિત્તર કાડાકેડી પ્રમાણ સ્થિતિ વડે ભાગાકારની રીત પ્રમાણે ભાગવી. એ રીતે ભાગતાં શૂન્યને શૂન્ય વડે ઉડાડી નાખવી. એટલે નીચે જેટલા મીંડા ઉડાડવાના હોય તેટલા જ ઉપર ઉડાડવા, તાત્પર્ય એ કે નીચે જેટલા હોય તેટલી જ સંખ્યા વડે ઉપર ભાગી છેદ ઉડાડે અહિં એ પ્રમાણે છેદ ઉડાડતા સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આવે કારણ કે અહિ ઉપર ત્રીશ કોડાકેડી છે નીચે સિર કેડીકેડી છે તે બને સંખ્યાને એક એક કડાકેડીએ ભાગી છેદ ઉડાડતાં સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આવે છે. સાતીયા ત્રણ ભાગ એટલે સાગરેપમના સાત ભાગ કરીએ તેવા ત્રણ ભાગ. તેટલી નિદ્રાપચક અને અસાત વેદનીયની જઘન્ય સ્થિતિ છે.
એ પ્રમાણે મિથ્યાત્વમોહનીયની સાતીયા સાત ભાગ એટલે પૂર્ણ એક સાગરપમ જઘન્ય સ્થિતિ છે.
સંજવલન સિવાય બાર કષાયની સાતિયા ચાર ભાગ જઘન્ય સ્થિતિ છે.
સમરિક અને વિકલજાતિકિની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કેડીકેડી સાગરેપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિવડે ભાગતાં નીચેના જેટલા જ મીંડા ઉપર ઉડાડતાં ઉપર અઢાર અને નીચે સિત્તેર રહે અહિં બેએ છેદ ઉડશે તેથી ઉપર અને નીચેની