________________
૫૮૫
પંચસંગ્રહ–પાંચમું કાર
અધિક ભાગ શેષ હોય ત્યાં સુધી પરભવના આયુને બંધ કરતા નથી, પરંતુ છ માસ આયુ શેષ રહે ત્યારેજ પરભવનું આયુ બાંધે છે. કારણ કે સુગલિક મનુષ્ય તિય અને દેવ નારકીઓને પિતાના આયુને ત્રીજો ભાગ બહુ મોટો હોય છે. તેમાં ચુગલિક મનુષ્ય તિયાને ત્રીજો ભાગ પલ્યોપમ પ્રમાણુ, અને દેવ તથા નારકીઓને ત્રીજો ભાગ અગીઆર સાગરોપમ પ્રમાણુ શેષ હોય છે. આટલા મોટે ભાગ શેષ હોય ત્યારે પરભવના આયુને બાધ ઘટી શકતો નથી પરંતુ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ આદિ શેષ રહે ત્યારેજ બાધે-એ ઘટી શકે છે. આ પ્રમાણે જ્યારે છે ત્યારે પિતાના આયુને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુને બંધ, અને પૂર્વ કેટિને ત્રીજો ભાગ અખાધા એ જે કહ્યું છે તે સઘળું અસંગત છે. ૩૯
હવે ઉત્તર કહે છે– पुब्बाकोडी जेसिं आऊ अहिकिञ्च ते इमं भणियं । भणियपि नियअवाहं आउं बंधति अमुयंता ||४०n पूर्वकोटी येपामायुरधिकृत्य तानिदं भणितम् । मणितमपि निजावाधामायुः वघ्नन्ति अमुञ्चतः ॥४०॥
અર્થ–જેઓનું પૂડી વરસનુ આયું છે તેઓને આશ્રયી બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનુ આયુ ખાધે એમ કહ્યું છે. તેમજ પૂર્વકેટિના ત્રીજા ભાગરૂપે પિતાની અબાધાને નહિ છોડતા એટલે પૂવકેટીને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એ જે કહ્યું છે તે પણ પૂર્વકેટી વરસના આચુવાળા છે આશ્રયી કહ્યું છે.
ટીકાનુ—જે સંસિ પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું પૂર્વકેટિ પ્રમાણ આયુ હોય અને પરભવનું આયુ બાંધે તેઓ આશ્રયીનેજ પિતાના આયુના બે ભાગ જાય અને ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધે એમ કહ્યું છે.
તાત્પર્ય એ કે પોતાના આયુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુને બધ થાય એમ જે કહ્યું છે તે પૂર્વકેટિ વરસના આયુવાળા છે આશ્રયી કહ્યું છે. તેથી વધારે જેઓનું આયુ હોય તેઓ આશ્રયી આ નિયમ નથી. તેઓ તે છ માસ શેષ આયુ રહે ત્યારે પરભવનું આયુ બાધે છે.
૧ આયુમાં એવી પરિભાષા છે કે પૂર્વ કાટિ વરસના આયુવાળા સંખ્યાત વરસના આયુવાળા અને તેથી એક સમય પણ અધિક યાવત પલ્યોપમ સાગરોપમાદિના આયુવાળા અસંખ્ય વરસના આયુવાળા કહેવાય છે પિતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આયુ બાધી. શકે એ હકીકત સંખ્યાત વરસના આયુવાળા આશ્રયી ઘટે છે અસંખ્યાત વરસના આયુવાળા આશ્રયી