________________
પ૭૪
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
મિથ્યાત્વ, ભય, જુગુપ્સા અગુરુલઘુ, નિર્માણ, તેજસ, કામણ, ઉપઘાત અને વર્ણાદિ ચતુષ્ક એ સુડતાલીસે ધ્રુવનંધિ પ્રવૃતિઓને બંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધવ. એમ ચાર ભાગે છે.
તેમાં સાદિ શી રીતે થાય છે? તે કહે છે—જ્યાં જ્યાં જે જે પ્રકૃતિનું બંધસ્થાન હોય ત્યાંથી પડે ત્યારે તે તે પ્રકૃતિને અંધ સાદિ થાય છે, જેમકે-મિથ્યાત્વ, ત્યાત્કિંત્રિક અને અનંતાનુબધિ એ આઠ પ્રકૃતિનું આબંધસ્થાન મિશ્રદષ્ટિ આદિ ગુણસ્થાનકે છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનું દેશવિરતિ આદિ ગુણસ્થાનકે, પ્રત્યાખ્યાનાવરણીય કક્ષાનું પ્રમત્ત થતાદિ ગુણસ્થાનકે, નિદ્રા, પ્રચલા, અગુરુલઘુ, નિર્માણ, તેજસ, ઉપઘાત, વર્ણચતુષ્ક, કામણ, ભય અને જુગુપ્સા એ તેર પ્રકૃતિનું અનિવૃત્તિ બાદરાદિ ગુણસ્થાનકે, સંજવલન કષાયનું સૂકમપરાયાદિ ગુણસ્થાનકે અને જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ અને દર્શનાવરણીય ચાર એ ચૌદ પ્રકૃતિઓનું ઉપશાંતહાદિ ગુણસ્થાનકે અબંધસ્થાન છે.
તે તે મિશ્રદષ્ટિ આદિ અબંધસ્થાનેથી જ્યારે પડે ત્યારે મિથ્યાત્વાદિ પ્રકૃતિને ફરી બંધ શરૂ થાય માટે સાદિ. સાદિપણું અધ્રુવપણા વિના રહેતું નથી, જે બંધ સાદિ થાય તેને અંત અવશ્ય થાય છે, તેથી જ્યારે મિશ્રદષ્ટિ આદિ ગુણસ્થાનકે જાય ત્યારે તે તે પ્રકૃતિઓના બંધને અંત થાય માટે સાન્ત. તથા તે તે સમ્ય મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકરૂપ અબંધસ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને તે પ્રકૃતિઓને બંધ શરૂઆતનો અભાવ હોવાથી અનાદિ છે. અ ને કેઈપણ કાળે બંધ વિચ્છેદ ન થાય માટે અનત અને ભજે તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી ભવિષ્યમાં બન્ધને નાશ કરશે માટે તેઓ આશ્રયી સાત બધ છે.
તથા પ્રવબત્રિસુડતાલીસ સિવાય તહેતેર અધવબંધિની પ્રકૃતિએને બંધ તેઓ અધુવનંધિ હોવાથી જ સાદિ સાત જાણ. ૨૮
આ પ્રમાણે સાદિ આદિ ભાંગાની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વ કહેવું જોઈએ. એટલે કે જીવ કેટલી પ્રકૃતિના ખંધને અધિકારી છે તે કહેવું જોઈએ. તેમાં જે પ્રકૃતિઓ જે જીવેને બંધ આશ્રયી અયોગ્ય છે તે પ્રકૃતિઓના બંધના તે જીવે સ્વામિ નથી. એમ કહેવાથી તે સિવાયની બીજી પ્રકૃતિઓના બંધના તેઓ સ્વામિ છે એમ અર્થાત્ સમજી શકાય અને એવી અંધ આશ્રયી અયોગ્ય પ્રકૃતિઓ ચારે ગતિમાં છેડી હોય છે તેથી ગ્રંથલાવવા માટે જે પ્રકૃતિઓ જે જીવને અયોગ્ય છે, તેઓનું પ્રતિપાદન કરવા ઈચ્છતાં પહેલાં તિયોને અયોગ્ય પ્રવૃતિઓનું પ્રતિપાદન કરે છે –
नरयतिगं देवतिग इगिविगलाणं विउवि नो बंधे । मणुयतिगुन्चं च गईतसंमि तिरि तित्थआहारं ॥२९॥