________________
૫૫૯ પંચસંગ્રહ-પાંચ દ્વારા અમુક કાળપયત હેય છે. અવક્તવ્યસત્કર્મ હોતું નથી. કારણ કે આયુકમની સત્તાને નાશ થયા પછી ફરી તે સત્તામાં આવતું જ નથી.
દર્શનાવરણીયના ત્રણ સત્તાસ્થાને છે. તે આ પ્રમાણે નવ, છ અને ચાર. તેમાં ક્ષપકણિ આશ્રયી અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગપયત અને ઉપશમશ્રેણિ આશ્રયી ઉપશાંતામહ ગુણસ્થાનક પર્યત નવની સત્તા હોય છે. શપકણિમાં બાદરસપરાય ગુણસ્થાનકની સંખ્યાતા ભાગ પછીથી આરંભી ક્ષીણમાહગુણસ્થાનકના કિચરમસમય પર્યત છની સત્તા હોય છે અને છેલ્લે સમયે ચારની સત્તા હોય છે. અહિં ભૂયસ્કાર એક પણ ઘટત નથી. કારણ કે ક્ષપકશ્રેણિમાં છે અને ચારની સત્તા થયા પછી પડતો નથી. અલપતર બે છે. ૧ છ, ૨ ચાર. નવથી છની, અને છથી ચારની સત્તાએ જતા હોવાથી તે બે અલ્પતર ઘટે છે. અવસ્થિત સત્કર્મ બે છે. ૧ નવ, ૨ છે. તેમાં નવની સત્તા અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત હોય છે અને છની સત્તા અંતમુહૂર્ત માત્ર જ હોય છે. તથા ચાર પ્રકૃતિરૂપ ત્રીજું સત્તાસ્થાન એક સમય માત્ર જ રહેવાથી તે અવસ્થિતરૂપે હેતું નથી. તથા સઘળી ઉત્તર પ્રકૃતિને વિચ્છેદ થયા પછી, ફરી સત્તાને સંભવ નહિ હેવાથી, અવક્તવ્ય સત્કર્મ ઘટતું નથી.
મોહનીયનાં પંદર સત્તાસ્થાને છે. તે આ પ્રમાણે–૨૮-ર૭-૨૬-૨૪-૨૩–૨૨૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨–૧તેમાં સઘળી પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે અઠ્ઠાવીશ, તેમાંથી સમ્યકત્વમેહનીય ઉલે ત્યારે સત્તાવીસ. અને મિશ્રમેહનીય ઉલે ત્યારે, અથવા અનાદિ મિથ્યાષ્ટિને છવીસ તથા અઠ્ઠાવીશમાંથી અનંતાનુબંધિ ચાર કષાયને ક્ષય થાય ત્યારે દેવીસ, મિથ્યાત્વના ક્ષયે વેવીશ, મિશ્રમેહનીયના ક્ષયે બાવીસ અને સમ્યકત્વમેહનીય ક્ષય થાય ત્યારે એકવીશ, ત્યારપછી ક્ષપકશ્રેણિમાં આઠ કષાયને ક્ષય થાય ત્યારે તેર, નપુંસકવેદના ક્ષયે બર, સ્ત્રીવેદના ક્ષયે અગીઆર, છનેકષાયના ક્ષયે પાંચ, પુરૂષદના ક્ષયે ચાર, સંજવલન કૈધતા ક્ષચે ત્રણ, સંલન માનના ક્ષયે બે અને સંજવલન માયાને ક્ષય થાય ત્યારે એકની સત્તા હોય છે. અહિં અવસ્થિત સત્કર્મ પંદર છે કારણ કે સઘળા સત્તાસ્થાનકમાં કમમાં કમ અંતમુહૂર્ત પર્યત અવસ્થાન-સ્થિરતાને સંભવ છે. અલ્પતર ચૌદ છે અને તે અઠ્ઠાવીસ છોડીને શેષ સઘળા સમજવા. તથા અઠ્ઠાવીસના સત્તાસ્થાનકરૂપ ભૂયસ્કાર સત્કમ એક જ છે. કેમકે વીસના સત્તાસ્થાનેથી અથવા છવીસના સત્તાસ્થાનેથી અઠ્ઠાવીસના સત્તાસ્થાને જાય છે. શેષ સત્તાસ્થાને ભૂયકારરૂપે હોઈ શકતા નથી. કારણ કે અનતાનુબંધિ કષાય, સમ્યક્ત્વનીય અને મિશ્રમેહનીય સિવાય અન્ય પ્રકૃતિની સત્તાને નાશ થયા પછી ફરી તેઓની સત્તાને અસંભવ છે. તથા મોહનીયમની સઘળી પ્રકૃતિની સત્તાને નાશ થયા પછી ફરી તેઓની સત્તા નહિ થતી હોવાથી અવક્તવ્ય સત્કર્મ ઘટતું નથી.
તથા નામકર્મના બાર સત્તાસ્થાને છે. તે આ પ્રમાણે ૩-૯૨-૮૯-૮૮૮૬–