________________
૫૮
પચસગ્રહ-પાંચમું દ્વાર હાવાથી બીજું નાનું મોટું કઈ સત્તાસ્થાન નથી માટે ભૂયસ્કાર કે અલ્પતરપણાને સંભવ નથી. તથા એ બે કર્મની સઘળી ઉત્તરપ્રકૃતિઓની સત્તાને વ્યવચછેદ થયા પછી ફરી તેઓની સત્તાને અસંભવ હોવાથી અવક્તવ્ય સત્તા પણ ઘટતી નથી. માત્ર અવસ્થિત સત્તા અભયને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત એ બે ભાગે સંભવે છે.
તથા વેદનીયના બે અને એક પ્રકૃતિરૂપ એમ બે સત્તાસ્થાનક છે. તેમાં અગિ ગુણસ્થાનકના ચિરમસમય પર્યત બે પ્રકૃતિરૂપ, અને છેલ્લે સમયે એક પ્રકૃતિરૂપ, સત્તાસ્થાનક છે. અહિં એક પ્રકૃતિના સત્તાસ્થાનકથી બે પ્રકૃતિના સત્તાસ્થાનકે જતા નહિ હોવાથી ભૂયસ્કાર ઘટતો નથી. બે પ્રકૃતિના સત્તાસ્થાનેથી એક પ્રકૃતિના સત્તાસ્થાનકે જતો હોવાથી એક અલ્પતર સંભવે છે. બે પ્રકૃતિની સત્તારૂપ અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત એમ એક અવસ્થિત સત્કર્મ સંભવે છે. એક પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન માત્ર એક સમય જ રહેતું હોવાથી તે અવસ્થિતરૂપે ઘટતું નથી. અહિં પણ આ કર્મની સંપૂર્ણ સત્તાને નાશ થયા પછી ફરી તેની સત્તા થતી નહિ હેવાથી અવક્તવ્ય સત્કર્મ સંભવતું નથી.
ગોત્ર અને આયુના બે સત્તાસ્થાનકે હોય છે. તે આ પ્રમાણે –-બે, અને એક તેમાં જ્યાં સુધી ગોત્રકમની બંને પ્રકૃતિએ સત્તામાં હોય ત્યાંસુધી બે પ્રકૃતિરૂપ સત્તાસ્થાન, અને તેઉવાયુના ભવમાં જઈ ઉચત્ર ઉવેલી નાંખે ત્યારે નીચગોત્રરૂપ એક પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે. અથવા અગિ ગુણસ્થાનકના કિચરમસમયે નીચગેત્રને ક્ષય થાય ત્યારે છેલ્લે સમયે ઉરચત્રની સત્તારૂપ એક પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે. અહિં એક નીચગેત્રની સત્તાવાળે પૃથ્વીકાયાદિમાં આવી ઉચ્ચગેત્ર બાંધે ત્યારે બે પ્રક્ર તિની સત્તારૂપ એક ભૂયસ્કાર થાય. અલ્પતર પણ ઉચ્ચત્ર ઉવેલ ત્યારે નીચગોત્રની સત્તારૂપ અથવા નીચગેત્રને ક્ષય કરે ત્યારે ઉચ્ચગેત્રની સત્તારૂપ એક જ થાય. તથા અવસ્થિત સતકર્મ બે છે. કારણ કે ઉચ્ચ નીચ એ બંને પ્રકૃતિની અને ઉચગોત્ર ઉવેલાયા બાદ એકલા નીચગેત્રની સત્તા ચિરકાળ પર્યત સંભવે છે. તથા અવક્તવ્યસત્કમ ઉચ્ચગેત્રની સત્તા નઈ થયા પછી ફરી તે સત્તામાં આવે છે તેથી તે તે એક પ્રકૃતિની અપેક્ષાએ ઘટે પરંતુ ગોત્રકમની અપેક્ષાએ ન ઘટે. કારણ કે ગોત્ર કર્મની સત્તાને નાશ થયા પછી ફરી સત્તામાં આવતું નથી.
તથા આયુની પણ જ્યાં સુધી પરભવનું આયુ ન બાંધે ત્યાંસુધી ગવાતા એકની સત્તા હોય. અને પરભવનું આયુ બાંધે ત્યારે એની સત્તા થાય છે. અહિં ભૂયસ્કાર - બે પ્રકૃતિની સત્તારૂપ એક થાય છે અને તે જે સમયે પરભવતું આયુ બાંધે તેજ સમયે થાય છે. એક પ્રકૃતિરૂપ એક અલ્પતર સત્કર્મ હોય છે અને તે અનુભૂયમાન ભવના આયુની સત્તાને નાશ થયા પછી જે સમયે પરભવના આયુને ઉદય થાય તે સમયે હોય છે. અવસ્થિત સત્કમ સ્થાને બને હોય છે કારણ કે બને સત્તાસ્થાને,