________________
ટીકાનુવાદ સહિત,
૨૫ છીએજ સહેતુક પક્ષ સંબધે પણ સમ્યકત્વનો ક હેતુ છે? શું ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ હેતુ છે, અથવા પ્રવચનાર્થ શ્રવણ હેતુ છે ઈત્યાદિ તમે જે કહ્યું તે પણ અભિપ્રાય નહિ સમજતા હેવાથી અયુક્ત છે. કારણ કે જિનેશ્વરના વચનના રહસ્યને સમજનાર માત્ર ભગવાન અહિતના બિંબની પૂજા દર્શનાદિકજ સમ્યકત્વનું નિમિત્ત છે” એમ કહેતા નથી, પરંતુ સમ્યકત્વની ઉત્પત્તિનું પારમાર્થિક કારણ તથાભવ્યત્વરૂપ અનાદિ વારિણામિક ભાવ કે જે જીવને સ્વભાવવિશેષ છે તે છે. અને બાકીના ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ તે તે સહકારિકરણ છે. માટે અહિં કંઈ દોષ નથી. તે આ પ્રમાણેએવાજ પ્રકારને તે તે આત્માને તથાભવ્યવરૂપ અનાદિ પાણિમિક સ્વભાવવિશેષ છે કે જેવટે તે તે વિવક્ષિત ક્ષેત્રમાં તે તે વિવક્ષિત કાળમાં અને તે તે પ્રતિનિયત ભગવાન અરિ. હતના બિંબની પૂજા દર્શનાદિ સહકારીકારjદ્વારા સમ્યકત્વને લાભ થાય છે. કેટલાકને તથા પ્રકારના અરિહંતના બિબની પૂજા દશનાદિ નિમિત્ત વિના પણ સમ્યફના લાભ થાય છે. તથાભવ્યત્વ એ સાધ્યયાધિ સમાન છે. જેમ કોઈ એક સાથ્થવ્યાધિ પિતાની મેળે જ શાત થાય છે, અને કોઈ એક જ્યાં સુધી વૈદ્યના કહેવા પ્રમાણે ઉપચાર કરવામાં ન આવે ત્યાં સુધી શાંત થતું નથી, ઉપચાર કર્યા બાદ શાંત થાય છે, અથવા લાબા કાળે સ્વયમેવ દૂર થાય છે. તેમ આ તથાભવ્યત્વ પણ કઈક તે પિતાની મેળેજ પરિપકવ થાય છે. જેવડે અરિહંતના બિંબની પૂજા દર્શનાદિક બાહા નિમિત્તની અપેક્ષા સિવાયજ આત્માને સભ્યશ્રદર્શનની પ્રાપ્તિ થાય છે. અને કેઈક તે અરિહંતના બિબની પૂજા, દશ, વિશિષ્ટ તપેલામીવાળા સાધુઓનું દર્શન, અથવા પ્રભુના વચનના શ્રવણરૂપ નિમિત્તોની અપેક્ષાએ પરિપકવ થાય છે, અથવા ઘણે કાળે નિમિત્તવિનાજ પરિપક્વ થાય છે. આજ હેતુથી હરિ. ભદ્રસૂરિ મહારાજે ધર્મસાર પ્રકરણમાં કહ્યું છે કે- આ તથાભવ્યતવ સાધ્ય વ્યાધિ સમાન છે તેથી તથા પ્રકારના અરિહંતના બિકની પૂજા દર્શનાદિક તથાભવ્યત્વના પરિપાકમાં હતરૂપે થઈને સમ્યક્ત્વનું પણ કારણ થાય છે. ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શન અને પ્રવચનાર્થનું શ્રવણ તથાભવ્યત્વના પરિપાકમાં હેતુ થાય છે, અને તથાભવ્યત્વને પરિ. પાક થયા બાદ તેજ પૂજા દર્શનાદિ સમ્યફલનું પણ કારણ થાય છે. વળી પૂર્વપક્ષીએ “પૂજા દશનાદિ સામગ્રી છતાં પણ સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી માટે તે સમ્યકત્વનું કારણ નથી એ જે કહ્યું છે તે પણ અગ્ય છે. કારણ કે જેને ભવ્યત્વને પરિપાક થયો છે તેને જ અરિહંતના બિબની પૂજા દર્શનાદિ સમ્યફવના હેતુરૂપે થાય છે, એમ શાસ્ત્રમાં રવીકારેલા છે. પરંતુ જ્યાં સુધી તથાભવ્યત્વને પરિપાક થયો હતો નથી ત્યાં સુધી તે દર્શનાદિ સભ્યફરવાના હેતુરૂપે સ્વીકાર્યા નથી. તથાભવ્યત્વને એવા જ પ્રકારને અનાદિ પરિણામિક સ્વભાવ છે કે જેવડું વિવિક્ષિત ક્ષેત્ર અને કાળને સદભાવ થાય ત્યારે ભગવાન અરિહંતના બિંબની પૂજ દર્શનાદિની અપેક્ષાએ તે તથાભવ્યત્વને પરિપાક થાય છે અને સમ્યકત્રની ઉત્પત્તિમાં હેતુ થાય છે. આ રીતે તથાભવ્યત્વને પરિપાક સભ્યફવની ઉત્પત્તિમાં મૂળ કારણ છે અને
૧ પ્રત્યેક ભવ્યનું છે તે વિશેષ પ્રકારનું જે ભવ્યત્વ તેને તથાભમૃત કહેવામાં આવે છે. ૨ સાથે રહી જે કાર્ય ઉત્પન કરે તે સહકારિ કારણ કહેવાય છે