________________
પ૩૦
પંચસંગ્રહે-પાંચમું બાર
સ્થાનકેમાં આયુકમ સહિત આઠ બાંધતા પહેલે સમયે ત્રીજો ભૂયસ્કાર બંધ અને શેષ કાળે અવસ્થિત બંધ હોય છે આ ત્રીજે ભૂયસ્કાર કહેવાય. આ પ્રમાણે મૂળકર્મમાં ત્રણ ભૂયસ્કાર કહ્યા.
અલ્પતર પણ ત્રણ હોય છે. તે આ પ્રમાણે આઠ કર્મ પ્રકૃતિ બાંધીને સાત બાંધતા પહેલે સમયે અલ્પતરબંધ અને શેષકાળે અવસ્થિત આ પહેલે અલ્પતરબંધ કહેવાય. જ્યારે સાતકર્મ બાંધીને સૂમસં૫રાય ગુણસ્થાનકે છ કમ પ્રકૃતિ બાંધે ત્યારે પહેલે સમયે બીજે અલપતરખંધ અને શેષકાળે અવસ્થિત બંધ હોય છે. આ બીજે અલ્પતર બંધ કહેવાય. છ બાંધીને ઉપશાંતોહ ગુણસ્થાનકે અથવા ક્ષીણ ગુણસ્થાનકે એક કર્મપ્રકૃતિ બાંધતા પહેલે સમયે ત્રીજો અલ્પતરખંધ અને શેષકાળે અવસ્થિત બંધ હોય છે, આ ત્રીજે અલપતરબંધકહ્યો. આ પ્રમાણે મૂળકર્મમાં ત્રણ અલ્પતરબંધ કહ્યા.
અવસ્થિત બંધ ચાર હોય છે. કારણ કે ચારે બંધસ્થાનકે અમુક કાળપયત નિરંતર બંધાય છે માટે. તેને કાળ આ પ્રમાણે-આઠના અવસ્થિત બંધને કાળ આયુ અંતમુહૂરજ બંધાતું હોવાથી અંતમુહૂર્ત છે. સાતકમને કાળ અંતમુહૂર્ત જૂન પૂર્વકેટીના ત્રીજા ભાગ અધિક છ માસ ન્યૂન તેત્રીસ સાગરેપમ છે. ભાવના આ પ્રમાણે-કઈ પૂર્વકેટીના આયુવાળો બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં નારકી કે દેવતાનું તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુ બાંધે. આઉખાને બંધકાળ અંતમુહૂર્ત છે. તેથી આઉખાને બંધ કરી રહ્યા પછી અંતમુહૂર્ત ન્યૂન પૂર્વ કેટીના ત્રીજો ભાગ સાતકર્મને બંધ કરે. દેવભવ નારકભત્રમાં છ માસ શેષ રહે ત્યારે પરભવના આયુને બંધ કરે છે, છ માસ શેષ ન રહે ત્યાં સુધી આયુ વિના સાતકર્મજ બાંધે છે એટલે પૂર્વોક્ત બંધકાળ ઘટે છે. છના બંધને કાળ અંતમુહૂત છે. કારણ કે સૂમસં૫રાય ગુણસ્થાનકને તેટલેજ કાળ છે. અને એકના બંધને કાળ દેશન પૂવટી છે. સગિ ગુણસ્થાનકને કાળ તેટલું છે. આ પ્રમાણે અવસ્થિત બંધ કો.
અન્યત્ર પણ ભૂયસ્કાર અલ્પતર અને અવસ્થિત બંધની ભાવના આ પ્રમાણે જ કરવી.
હવે અવક્તવ્ય બંધ કહે છે–મૂળકર્મમાં અવક્તવ્ય બંધ સંભવ નથી કારણ કે સઘળી મૂળ કર્મપ્રકૃતિને અબંધક થઈને ફરીવાર કર્મ બાંધતા નથી. સઘળી મૂળ કમપ્રકૃતિને અબંધક અગિ ગુણસ્થાનકે થાય છે ત્યાંથી પડતા જ નથી એટલે અવક્તવ્યબંધ પણ ઘટતું નથી. એજ હકીકત કહે છે–
अवंधगो न बंघइ इह अव्वत्तो अओ नत्थि ॥१३॥
अवन्धको न बध्नाति इहावक्तव्योऽतो नास्ति ॥१३॥