________________
પર૬
પચસંગ્રહ-પાંચમું દ્વાર पयडीठिईपएसाणुभागभेया चउबिहकेको । उकोसाणुकोसगजहन्नमजहन्नया तेसिं ॥१०॥ ते वि हु साइअणाईधुवअधुवभेयओ पुणो चउहा । ते दुविहा पुण नेया मूलुत्तरपयइभेएणं ॥११॥ प्रकृतिस्थितिप्रदेशानुभागमेदात् चतुर्विध एकैकः । उत्कृष्टानुत्कृष्टकजधन्याजघन्यता तेपाम् ॥१०॥ तेऽपि हु साधनादिध्रुवाध्रुवभेदतः पुनश्चतुर्दा ।
ते द्विविधाः पुनर्जेया मूलोचरप्रकृतिभेदेन ॥११॥ અ–પૂર્વોક્ત 'અનાદિ અનાદિ એકેક અન્ય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે ચાર ચાર પ્રકારે છે. તથા તે પ્રકૃતિબંધાદિ દરેકના ઉત્કૃષ્ટ અનુણ જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર ભેદ થાય છે. તે ઉત્કૃષ્ટ આદિ દરેક ભેદે સાદિ અનાદિ અનંત અને સાંત એમ ચાર ચાર પ્રકારે–ભેદે છે અને તે પ્રત્યેક મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદે બબ્બે ભેદે છે.
ટીકાનુ –-પૂર્વની ગાથામાં જે અનાદિ અનંત આદિ બંધના ભેદો કહ્યા, તે દરેક પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે ચાર ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધ. એટલે પૂર્વોક્ત બંધના ત્રણ ભેદ પ્રકૃતિઅંધાદિ ચારેમાં ઘટે છે, જેમકે પ્રતિબંધ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત અને અહિં સાંપરાયિક બંધની વિવક્ષા હોવાથી અને ઉપશાંતણે સાંપરાયિક બંધ થતો નહિ હોવાથી ત્યાંથી પડતા પ્રતિબંધ થાય માટે સાદિ સાત એમ ત્રણે પ્રકાર પૂર્વે જેમ સામાન્ય બંધમાં ઘટાવ્યા છે તેમ અહિં પણ ઘટાવી લેવાના છે. એમ સ્થિતિબંધાદિ માટે પણ સમજવું.
તથા અનાદિ અનાદિ ભેદની અપેક્ષા રાખ્યા વિના પ્રતિબંધાદિ દરેકના સામાન્યથી ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર પ્રકાર છે.
તાત્પર્ય એ કે પ્રકૃતિખંધાદિ એક એક ઉત્કૃષ્ટ અતુષ્ટ જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર ભેદે છે. તેમાં વધારેમાં વધારે જે બંધ તે ઉણ, સમયાદિ જૂન થતાં થતાં જઘન્ય સુધી જે બંધ તે અનુશ્રુષ્ટ. ઓછામાં ઓછે જે બંધ તે જઘન્ય, અને સમયાદિ વધતા વધતા ઉત્કૃષ્ટ સુધી જે બંધ તે અજઘન્ય.
૧ જેની અંદર શરૂઆત કે અંત ન હોય તે અનાદિ અના, જેની શરૂઆત ન હેવ પરd અંત હોય તે અનાદિ સાંત, જેની શરૂઆત હેવ અને અંત ન હોય તે સાદિ અનંત, અને જેની શરૂઆત અત એમ બને હોય તે સાદિસાન્ત. '