________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૫
પ્રથમસ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યારે ઉદીરણા થતી નથી કેવળ ઉદય જ પ્રવે છે. માટે ઉપરોક્ત એકતાલીસ પ્રકૃતિઓને ઉદય હોવા છતાં પણ ઉદીરણા ભજનીય સમજવી,
તથા અન્ય એકાશી પ્રવૃતિઓની ઉદય છતાં ઉદીરણું ભજનીય નથી. એટલે કે શેષ એકાશી પ્રકૃતિએને જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પણ હોય છે પરંતુ ઉદીરણ વિનાને કેવળ ઉદય કેઈ કાળે પણ હોતા નથી. બંને સાથે જ થાય છે અને સાથે જ જાય છે. આ પ્રમાણે ઉદીરણ વિસ્તારપૂર્વક કહી. ૮ હવે બંધને વિસ્તાર પૂર્વક કહેવા ઈચ્છતા, પહેલા બંધના પ્રકારે જણાવે છે–
होइ अणाइअणंलो अणासंतो य साइसंतो य । बंधो अभव्वभवोवसंतजीवेसु इइ तिविहो ॥९॥
भवति अनाधनन्तः अनादिसान्तश्च सादिसान्तश्च ।
वन्धः अमव्यमन्योपशान्तजीवेषु इति त्रिविधः ॥९॥ અર્થ – અભવ્ય, ભવ્ય અને ઉપશાંતમાહ ગુણસ્થાનકથી પહેલા જેમાં અનુક્રમે અનાદિ અનંત, અનાદિ સાંત, અને સાદિ સાન્ત બન્યા હોય છે. એમ અન્ય ત્રણ પ્રકારે છે.
ટકાતુ–સાંપરાયિક કર્મને બંધ અભવ્ય જેમાં અનાદિ અનંત છે. તેમાં ભૂતકાળમાં સર્વદા બંધ થતું હોવાથી અનાદિ, અને ભવિષ્યકાળમાં કઈ પણ કાળે બંધને નાશ નહિ થાય, સવા બંધ કર્યા જ કરશે માટે અનંત.
ભવ્ય જીવોમાં અનાદિસાંત. તેમાં ભૂતકાળમાં હંમેશાં બંધ થતો હોવાથી અનાદિ અને ભવિષ્યકાળમાં મોક્ષમાં જતાં કોઈ કાળે બંધને વિચ્છેદ થશે માટે સાન.
તથા ઉપશાંતહ ગુણસ્થાનકેથી પડેલા છમાં સાદિ સાંત. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકે બંધને અભાવ હોવાથી અને ત્યાંથી પડે ત્યારે ફરી બંધ થત હોવાથી સાદિ. એટલે કે ઉપશાંતમાહ ગુણસ્થાનકે સાંપરાયિક કર્મ બંધ થતું નથી ત્યાંથી પડી દશમા આદિ ગુણસ્થાનકે આવે ત્યારે બાંધે માટે સાદિ, અને તેને ભવિધ્યકાળમાં વધારેમાં વધારે કઈક ન્યુન અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળે સેક્ષમાં જતા બંધન નાશથિશે માટે સાંત.
આ પ્રમાણે બંધ ત્રણ પ્રકારે થાય છે. ૯ હવે આજ ત્રણ પ્રકારના બંધના ઉત્તરદે બતાવે છે—