________________
૧૧૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
जा अपमत्तो सत्तटबंधगा सुहुम छहमेगस्त । उवसंतखीणजोगी सत्तण्हं नियहिमीसअनियट्टी ॥२॥
यावदप्रमत्तः सप्ताटवन्धकाः सूक्ष्मः पण्णां एकस्य ।
उपशान्तक्षीणयोगिनः सप्तानां निवृत्तिमिश्रानिवृत्तयः ॥२॥ અર્થ—અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત છ સાત કે આઠ કર્મના બંધક છે. સૂક્ષ્મ સંપરાયવર્તિ છ કર્મના, ઉપશાંત મેહ, ક્ષીણમાહ–અને સગિ કેવળિ ગુણસ્થાનવર્તિ એક કર્મના, અને નિવૃત્તિ, મિશ્ર અને અનિવૃત્તિ ગુણસ્થાનકવર્તિ સાત કમના બંધક છે.
ટીકાનુ–મિશ્ર ગુણસ્થાનક વજીને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાન સુધીના સઘળા જે સમયે સમયે સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં જ્યારે આયુને બંધ કરે ત્યારે અંતમુહૂત પયત આઠ બાંધે છે, અને શેષકાળ સાત બાંધે છે. મિશ્ર ગુણકથાનક માટે આગળ કહેશે માટે તેનું વર્યું છે.
સુમસં૫રાયવર્તિ જી મોહનીય અને આયુ વિના સમયે સમયે છ કર્મ બાંધે છે. આ ગુણસ્થાનકવર્તિ જીવો અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી આયુને બંધ કરતા નથી, અને બાદર કષાયના ઉદયરૂપ બંધનું કારણ નહિ હોવાથી મોહનીય કમને પણ બંધ કરતા નથી.
ઉપશાંત મોહ શીશુમેહ અને સગિ કેવળિ ગુણસ્થાનકે વત્તતા આત્માઓ ગનિમિત્તક એક માત્ર સાતા વેદનીયને જ બંધ કરે છે. કષાયઉદય નહિ હોવાથી શેષ કંઈપણ કમ બાંધતા નથી.
- તથા મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર સં૫રાય ગુણસ્થાનકે આયુવિના પ્રતિસમય સાત સાત કર્મ બંધાય છે. આઠમે અને નવમે ગુણસ્થાનકે અતિ વિશુદ્ધ પરિણામ હોવાથી અને મિશ્ર ગુણસ્થાનકે જવસ્વભાવે આયુને બંધ થતું નથી.'
આ પ્રમાણે મૂળકર્મો આશ્રયી ગુણસ્થાનકમાં બંધવિધિ કહ્યો. ૨ ૧ આયુને બધ છે.લના પરિણામે થાય છે. ઘેલના પરિણામ એટલે પરાવર્તમાન પરિણામ, ચડના ઉતરતા પરિણામ. ઉત્તરેતર સમયે પરિણામની ધારા ચડતી જતી હવે પછી ભલે તે શુભ હોય કે અશુભ હેય ત્યારે આયુકર્મ બંધાતું નથી. આઠમા આદિ ગુણસ્થાનકોમાં ક્રમશઃ શુદ્ધપરિણા મમા ચડતે જતા હોવાથી આયુ બે ધાતું નથી. ત્રીજે ગુણસ્થાનકે પણ ઘાલના પરિણામને અસંભવ હોય એમ લાગે છે. શેવ પહેલાથી છઠ્ઠા સુધીમાં ઘાલના પરિણામને સંભ છે તેવા પરિણામે ત્યાં આયનો બંધ થાય છે. સાતમે ગુણસ્થાનકે જે કે આવું બધાય છે ખરું, પણ ત્યા નવી શરૂઆત થતી નથી. ડે આર મેલુ સામે પુર્ણ કરે છે એટલું જ.