________________
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૫૦૫
આચાર્ય –મિથુન સિવાય અન્ય કોઈ પણ પદાર્થો એકાતે અકલ્પનીય કહ્યા નથી તેમજ
એકાતે ઉપગ કરવાની અનુજ્ઞા પણ આપેલ નથી, જ્યારે મેથુનક્રિયા રાગ-દ્વેષ પૂર્વક જ થાય છે તેથી એકાન્ત વજ્ય છે. અન્ય સૂત્રોમાં પણ તેને અત્યંત નિષેધ જ કરેલ છે તેથી બેડોળ અને વૃદ્ધ સ્ત્રીને ભેગવવામાં
શ્રીપરિષહના વિજયને પ્રસંગ આવતું નથી.
અનેક પ્રકારના તપને કરનાર, અનેક વાદીઓને જિતવામાં કુશળ, તેમજ વર્તમાનકાલીન સર્વશાના પારંગત એવા પણ મારે કોઈ વસ્ત્ર-પાત્ર ઔપધાદિદ્વારા સત્કાર અને અત્યુત્થાન તેમજ આસનપ્રદાન આદિદ્વારા પુરસ્કાર પણ કરતા નથી. એ ખેદ ન થવા દે અને ઉપર જણાવેલ સત્કાર-પુરસ્કાર વધારે પ્રમાણમાં થાય તે પણ અભિમાન ન થવા દે તે સત્કાર-પુરસ્કાર પરિષહવિજય.
હું દીર્ઘકાળથી વિવિધ પ્રકારનાં અતિઉગ્ર તપ અને સુંદર ચારિત્ર્યનું પાલન કર્યું છું છતાં શાસ્ત્રમાં બતાવેલ દેવ-નારકોને જોઈ શકતા નથી તેમજ આવાં ઉગ્ર અનુખાને કરવા છતા કેઈ દેવને પ્રસન્ન થતા કે અહિં આવતા તે નથી તો આવા દેવ–નારકો વગેરે અતીન્દ્રિય પદાર્થો હશે કે કેમ? ઇત્યાદિ મિથ્યાત્વ મોહનીયન પ્રદેશદયથી અશુભ વિચાર થાય તે દર્શન પરિષહ તેને જય આ પ્રમાણે થાય –
વર્તમાનકાળમાં અહિં સાક્ષાત્ તીર્થકર આદિ તેમજ ઉત્તમ પ્રકારના સંઘયણાદિના અભાવે એવા મહાન ત્યાગી કે તપસ્વીઓ પણ નથી કે જેઓનાં ઉગ્ર અનુછાનેથી આકર્ષાઈ દે અહિં આવે, વળી તેવા પ્રકારને ઉત્કૃષ્ટ તપ આદિ કરવાની શક્તિના અભાવે મને પણ અવધિ આદિ પ્રત્યક્ષજ્ઞાને ઉપજતાં નથી કે જેથી પિતાના સ્થાને રહેલા દેવ-નારકે આદિને હું અહિંથી જોઈ શકુ? વળી નારકે પરવશ હોવાથી અહિં આવી શકતા નથી. પણ એથી જ્ઞાનીઓના વચનમાં શંકા લાવવાનું કંઈ પણ કારણ નથી. ઈત્યાદિ વિચારણા દ્વારા ચિત્તને સ્થિર કરવું તે દર્શનપરિષહવિજય.
પંચસંગ્રહ ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી
પ્ર ૧ આ પ્રકારની પ્રથમ ગાથામાં સામાન્યથી મિથ્યાત્વાદિ ચાર બંધહેતુઓ કહ્યા
અને આજ દ્વારની વીશમી ગાથામાં તેમજ પંચમ કર્મગ્રંથ ગાથા ૯૨ માં પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયથી થાય છે એમ જણાવેલ છે, જ્યારે શ્રી તત્વાર્થોધિગમ અ. ૮. સૂત્ર ૧ માં આ ચાર હેતુઓ ઉપરાંત પ્રમાદને પણ હેતુ તરીકે ગણવેલ છે તે આ ભિન્નતાનું
કારણ શું? ઉંમિથ્યાત્વ અને અવિરતિ પણ એક પ્રકારના તીવ્ર કષાય જ છે અને તેથી જ
૬૬