________________
૪૭૦
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર પ્રશ્ન–તીર્થકર નામકર્મને બધહેતુ જે સમ્યકત્વ કહીએ તે શું ઔપશમિક સમ્યકત્વ હેતુ છે? અથવા ક્ષાયિક હેતુ છે? કે ક્ષાપથમિક હેતુ છે? દરેક સ્થળે દેષ છે. તે આ પ્રમાણે—-તીર્થંકર નામકર્મના બંધમાં પથમિક સમ્યકત્વ બંધહેતું તરીકે કહેવામાં આવે તે ઉપશાંત મેહ ગુણઠાણે પણ તેને બંધ પ્રાપ્ત થાય છે. કારણ કે ત્યાં પણ પથમિક સમ્યકત્વને સદ્ભાવ છે. જે ક્ષાયિકસમ્યકત્વ કહેવામાં આવે તો સિદ્ધોને પણ તેના બંધનો પ્રસંગ આવે. કારણ કે તેઓને પણ ક્ષાયિકસમ્યકત્વ છે. જે ક્ષાપશમિક કહેવામાં આવે તે અપૂર્વકરણના પહેલે સમયે પણ તેના બંધના વિચ્છેદને પ્રસંગ પ્રાપ્ત થાય. કારણ કે તે સમયે તેને ક્ષાપશમિક સમ્યકત્વ હેતું નથી. અને તીર્થકર નામકર્મના બંધને વિચ્છેદ તે અપૂર્વકરણના છઠ્ઠા ભાગે થાય છે. માટે કોઈપણ સમ્યકત્વ તીર્થકર નામકર્મના બંધમાં હેતુરૂપ ઘટતું નથી. તથા આહારદ્ધિકને બંધહેતુ સંયમ કહેવામાં આવે તે ક્ષીણમેહાદિ ગુણઠાણે પણ તેના બંધને પ્રસંગ પ્રાપ્ત થાય કારણ કે ત્યાં વિશેષતઃ અતિનિર્મળ ચારિત્રને સદ્દભાવ છે. અને ત્યાં બંધ તે થતું નથી, માટે આહારકટ્રિકને પણ સંયમ બંધહેતુ નથી
ઉત્તર–અમારા અભિપ્રાયનું અજ્ઞાન હોવાથી ઉપર જે શંકા ઉપસ્થિત કરી તે અયોગ્ય છે. કારણ કે- તિજ્યારાળ ધંધે મૂત્તરંજનદેઝ” એ પદ વડે સાક્ષાત સમ્યકત્વ અને સંયમ જ માત્ર તીર્થકર અને આહારકદ્વિકના બંધહેતુરૂપ કહા નથી, પરંતુ સહકારી કારણભૂત વિશેષ હેતુરૂપ કહ્યા છે. મૂળ કારણ તે આ બંનેમાં કષાય વિશેષ જ છે. પહેલા જ કહ્યું છે કે—કાસ વારિશેષ પ્રકૃતિઓ કષાવડેકષાયરૂપ બંધહેતુવડે બંધાય છે. અને તીર્થકર નામકર્મના બંધમાં હેતુરૂપે થતા તે કપાયા વિશે ઔપશમિકાદિ કેઈપણ સમ્યકત્વ રહિત હોતા નથી એટલે કે પમિકાદિ કેઈપણ સમ્યકત્વ રહિત માત્ર કષાયવિશેષો જ તીર્થકરના બંધમાં હેતુભૂત થતા નથી. તથા તે ઔપશનિકાદિ કેઈપણ સમ્યકત્વયુક્ત તે કષાયવિશે સઘળા જીવને તે પ્રકૃતિઓના બંધમાં હેતુ થતા નથી. તેમ જ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ પછી પણ અંધહેતુરૂપે થતા નથી. તથા અપ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં જ સંભવતા કેટલાક પ્રતિનિયત કષાય વિશે જ આહારદ્ધિકના બંધમાં હેતુ છે.
તાત્પર્ય એ કે ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના કષાયવિશે ઔપશમિકાદિ કેઈપણ સમ્યકત્વ યુક્ત અને હમણાં જ કહેશે તેવી ભાવનાવાળા આત્માઓને
૧ સાથે રહી જે કારણરૂપે થાય, તે સહકારી કારણ કહેવાય. વિશિષ્ટ કષાય૫ હેતુની સાથે રહી સમ્યકત્વ અને સયમ તીર્થકર અને આહારદિકના બધા હેતુ થાય છે માટે સમ્યકતવ અને સંયમ સહકારી કારણ કહેવાય છે.
૨ અહિ પ્રતિનિયત શયદ મૂકી એજ જણાવે છે કે જ્ઞાનીની દષ્ટિએ નિશ્ચિત થયેલ અમુક જ કષાથવિશેષ અહિ બંધારૂપે લેવાના છે. સાતમાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના, સઘળા નહિ,