________________
૪૫૮
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર છે. તેમાં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને ઔદારિક, વૈકિય અને ક્રિયમિત્ર એ ત્રણ રોગ હોય છે. અને પર્યાપ્ત સુકમ એકેન્દ્રિયને આદારિકકાયાગરૂપ એકજ વેગ હોય છે. માટે તે તે જેની અપેક્ષાએ બંધહેતુના ભાંગાને વિચાર કરતાં ગચ્છાને ત્રણ કે એક અંક મૂકવે.
તથા ગુણસ્થાનકને વિચાર કરવામાં આવે તે કરણ અપર્યાપ્ત સંસિને મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન, અને અવિરતિ સમ્યગૃષ્ટિ એ ત્રણ ગુણસ્થાનક હોય છે.
તથા ગાવાની શરૂઆતમાં “ઇડ્યું ” એમાં એવ પછી મૂકેલ ચ શબ્દ અને સૂચક હોવાથી કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસશિપ ક્રિય જીમાં મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન એમ બન્ને ગુણસ્થાન હોય છે એમ સમજવું.
તથા પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, વિક્ષેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય જેમાં મિથ્યાષ્ટિરૂપ એકજ ગુણસ્થાનક હોય છે. જ્યારે આદર એકેન્દ્રિાદિ પૂર્વોક્ત જેમાં સાસ્વાદન ગુણસ્થાનક હોય ત્યારે ત્યાં મિથ્યાત્વ નહિ હેવાથી બંધહેતુ પંદર હોય છે.
તે વખતે ચગે કાશ્મણ અને ઔદારિકમિશ્ન એ બે હોય છે. કારણ કે સરિ સિવાય અન્ય જીવોને સાસ્વાદનપણું અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે, અન્યકાળ હતું નથી. અને અપર્યાપ્તસંશિ સિવાય શેષ જીવેને અપથપ્તાવસ્થામાં બેજ ચોગ હેય છે. અપર્યાપ્ત સંપત્તિમાં તે કામણ, ઔદ્યારિકમિશ્ર, અને વક્રિયમિશ્ર એ ત્રણ ચગે હોય છે તે પહેલા કહ્યું છે.
પ્રશ્ન–સાસ્વાદનપણામાં પણ શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તા અને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઔદારિકકાયાગ સંભવે છે માટે બાદર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જીને સાસ્વાદન ગુણસ્થાનકે ત્રણ વેગે કેમ ન કહ્યા છે ચિગ કેમ કહ્યા?
ઉત્તર–ઉપરોક્ત શક અગ્ર છે, કારણ કે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં વ્યાસ્વાદન ગુણરથાનક જ હેતું નથી, કેમ કે સાસ્વાદનપણાને કાળ માત્ર છ આવલિકા છે અને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા તે અંતર્મુહૂર્વકાળે થાય છે. તેથી શરીરપચીપ્તિ પૂર્ણ થતાં પહેલા જ સાસ્વાદનપણું ચાલ્યું જાય છે માટે તે જીવોને સારવાદનપણમાં પૂર્વોક્ત બે જ રોગ હોય છે.
મિથ્યાદિ ગુણસ્થાનકે જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ કરી નથી હોતી ત્યાં સુધી કાર્પણ અને ઔદારિકમિશ્ર એ બે જ ચેગ હોય છે અને શરીરપર્યાતિ પૂર્ણ થયા પછી દારિક કાયયાગ હોય છે માટે અપર્યાપ્તાવસ્થામાં ત્રણ ચોગ ઘટે છે. ૧૭
જ હકીકત કહે છે—