________________
પચસપ્રહ-ચતુથાર હવે દેશવિરતિ ગુણસ્થાનકના બંધ હેત કહે છે–દેશવિરતિ ગુણઠાણે જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ ચૌદ બંધહેતુ હોય છે.
તેમાં દેશવિરતિ શ્રાવક ત્રસકાયની અવિરતિથી વિર હોવાથી હિંસા પાંચ કાયની હોય છે. તેના બ્રિકસગે દશ, ત્રિક સામે દશ, ચતુષ્કસ યોગે પાંચ, અને પંચાગે એક એ પ્રમાણે ભાંગા થાય છે. એટલે જેટલા કાયની હિંસા આઠ આદિ હેતુમાં લીધી હોય તેના સળિ જેટલા ભાંગા થાય તેટલા ભાંગા કાયની હિંસાના સ્થાને મૂકવા,
તથા આ ગુણઠાણે દારિકમિશ્ર, કામણ અને આહારકદ્ધિક એ ચાર ચાગો નહિ હોવાથી શેષ અગીઆર ગો હોય છે. આ ગુણસ્થાનક પર્યાયાવસ્થામાં જ હોવાથી દા કિમિ અને કામણગ હોતા નથી અને ચૌદ પૂર્વના અધ્યયનને અભાવ હોવાથી આહારક અને આહારકમિશ એ બે પેગ પણ હોતા નથી.
જઘન્યપદ ભાવિ આઠ બંધ હેતુ આ પ્રમાણે હોય છે—પાંચ કાયમાંથી કઈ પણ એક કાયને વધ, પાંચ ઈન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાથી કઈ પણ એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણીય કવાયના ઉદયને અહિં અભાવ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ અને સંવલનના કેઈ પણ ક્રોધાદિ બે કષાય, અને અગીઆર ગમાથી કોઈ પણ એક રોગ એમ એક સમયે એક જીવને આઠ બંધ હેતુ હોય છે.
તથા પાંચ કાયના એક એક સંગે પાંચ ભાંગા થાય છે માટે કાયની હિંસાને સ્થાને પાંચ સ્થાપવા, તેમ જ ઈન્દ્રિયની અવિરતના સ્થાને પાંચ, યુગલના સ્થાને છે, વેદના સ્થાને ત્રણ, કષાયના સ્થાને ચાર અને પગના સ્થાને અગીઆર ૧૧-૪-૩--૫-૫ મૂકી શકોને ગુણાકાર કરતાં એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગા ઉત્પન્ન થાય છે.
ગુણાકાર આ પ્રમાણે કર-કેઈ પણ ઇન્દ્રિયની અવિરતિવાળા કેઈપણ કાર્યને વધુ કરનારા હોય છે માટે પાચ ઈન્દ્રિયની અવિરતિ સાથે પાંચ કાયને ગુણતાં પચીસ ૨૫ થાય, તે પચીસ હાસ્ય-રતિના ઉદયવાળા અને બીજા પચીસ શક-અતિના ઉદયવાળા હોય છે માટે પચીસને બે યુગલ સાથે ગુણતાં પચાસ થાય, તે પચાસ પુરૂષદના ઉદયવાળા બીજા પચાસ વેદના અને ત્રીજા પચાસ નપુંસક વેદના ઉદયવાળા હોય છે માટે પચાસને ત્રણ વેદ સાથે ગુણતા એકસો પચાસ ૧૫૦ ભાંગા થાય. તે એકસો પચાસ ધ કષાયી બીજા તેટલા જ માન કષાય તેટલા જ માયા અને તેટલા જ લેભ કષાયી હોય છે માટે એક પચાસને ચાર કષાય સાથે ગુણતાં છ ભંગ થાય, તે છ સત્યનેગી બીજા છ અસત્યમાગી એ પ્રમાણે અગીઆર ગો તેઓને હોવાથી છસો ને અગીઆર એને સાથે ગુણતાં છાસઠ ૬૬૦૦ ભાંગા થાય, . આ રીતે આઠને બંધહેતુ એક સમયે અનેક જી આશ્રયી છાસઠસે પ્રકારે થાય છે. અષ્ઠ બંધહેતુના ભાંગ કહા.