________________
૧૩
ટીકાનુવાદ સહિત -જે શક્તિવડે મનેથ વગણના કલિકે ગ્રહણ કરી મનપણે પરિણુમાવી તેનું અવલંબન લઈ છેડે તે મન પર્યાપ્તિ. આ પતિએ એકેન્દ્રિય ઈન્દ્રિયાદિ-અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યત અને સંપત્તિ પચેન્દ્રિયને અનુક્રમે ચાર, પાંચ અને છ હોય છે. ઉત્પત્તિના પહેલેજ સમયે સઘળા છે પિતપિતાની યોગ્યતા પ્રમાણે સઘળી પર્યાપ્તિઓને એક સાથેજ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે અને અનુક્રમે પૂર્ણ કરે છે. તેમાં પહેલી આહારપર્યાપ્તિ કરે છે, ત્યારબાદ શરીર૫થીપ્તિ, પછીથી ઈન્દ્રિય પર્યાપ્તિ એ પ્રમાણે અનુક્રમે ચેથી, પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ પૂર્ણ કરે છે. આહારપર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયેજ પૂર્ણ થાય છે. અને શેષ પર્યાપ્તિઓ અનુક્રમે અતમુહૂર્ત કાલે પૂર્ણ થાય છે.
પ્ર-આહારપર્યાપ્તિ પહેલેજ સમજ પૂર્ણ થાય છે એ શી રીતે જાણી શકાય?
ઉ–આ વિષયમાં ભગવાન આર્ય શ્યામાચા પન્નવણાસૂત્રમાં બીજા ઉદ્દેશકમાં આ भूत्र घुछ 'आहारपन्जत्तिए अपजत्तर्ण भंते किमाहारए, अणाहारए ? गोयमा! नो आहारए અrrણા વિ. હે ભગવન! આહારપર્યાવિતવડે અપયોપ્તા શું આહારી હોય કે અણાહારી હેય? તે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ મહાવીર ગૌતમસ્વામિને કહે છે કે-હે ગૌતમ! આહારપ્તિવડે અપર્યાપ્ત છ આહારી હેતા નથી, પરંતુ અણાહારી હોય છે. તેથી આહારપર્યાપ્તિવકે અપર્યાપ્ત વિગ્રહગતિમાંજ સંભવે છે, ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલા આહારપર્યાપ્તિવ અપર્યાપ્ત સંભવતા નથી. કારણ કે ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થનાર પહેલેજ સમયે આહાર કરે છે, તેથી એમ જણાય છે કે આહારપર્યાપ્તિની પૂર્ણતા ઉત્પત્તિના પહેલેજ સમયે થાય છે જે કદાચ ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલ પણ આહારપર્યાપ્તિવડે અપર્યાપ્ત હેય તે ઉત્તર સૂત્રને આ પ્રમાણે કહેવું જોઈએ-ફિર આge fણા અપાર આહાર-ચર્યાપ્તિએ અપર્યાપ્તા કદાચ આહારી પણ હા, કદાચ અણાહારી પણ હોય. જેમ શરીરાદિપર્યાપ્તિના સબંધમાં કદાચ આહારી હોય કદાચ અણુહારી પણ હોય તેમ કહ્યું છે. આહારપર્યાતિએ અપર્યાપ્તા વિગ્રહ ગતિમાં અણુહારી હોય અને ઉત્પત્તિસ્થાનમાં આવી, આહાર કરે ત્યારે આહારી હેય, આ પ્રમાણે ત્યારે જ બને કે જે સમયે ઉત્પત્તિસ્થાનમાં આવી ઉત્પન્ન થાય છે તે સમયે જે આહારયતિ પૂર્ણ ન થાય. પરંતુ તેજ સમયે આહારપર્યાદિત પૂર્ણ થાય છે માટે આહાર૫યક્તિ વડે અપર્યાપ્તા તે વિગ્રહગતિમાંજ હોય છે, અને તે વખતે અણાહારી હોય છે. તેથી જ આહારપર્યાપ્તિવડે અપર્યાપ્તાનું અણહારીપણું વિગ્રહગતિમાંજ સંભવે છે અને શરીરાદિપર્યાપ્તિવડે અપર્યાપ્તા વિગ્રહગતિમાં અણાહારી હોય છે, અને ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયા બાદ જ્યાંસુધી શરીરાદિ પથતિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે તે પબ્લિવડે અપર્યાતા આહારી હોય છે. એટલે શરીરાદિ પર્યાપ્તિવડે અપર્યાપ્તા અણાહારી અને આહારી એમ બંને પ્રકારે હોય છે. તથા સઘળી પર્યાપ્તિઓને પૂર્ણ કરવાને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. જે સ્વયેય પર્યાપ્તિએ પૂર્ણ કરે તેઓ પર્યાપ્તા કહેવાય છે, અને રથ પર્યાપ્તિએ પૂર્ણ નહિ કરનારા આત્માએ અપર્યાપ્તા કહેવાય છે. તે અપર્યાપ્તા લબ્ધિ અને કરણથી એમ બે પ્રકારે છે. તેમાં જેઓ અપર્યાપ્તા છતા જ મરે, પરંતુ સ્વાથ સઘળી પથતિઓ પૂર્ણ નજ કરે તે લબ્ધિ અપર્યાપ્તા કહે