________________
પંચસંગ્રહ
જ્ઞાન તે ચક્ષુદર્શન. ચક્ષુ સિવાય બાકીની ઈન્દ્રિય અને મનથી પિતપોતાના વિષયનું જે સામાન્ય જ્ઞાન તે અચક્ષુદર્શન. પાંચ ઈન્દ્રિય અને મનની સહાય વિના મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે અવધિદર્શન. જગતમાં રહેલા રૂપી અરૂપી સઘળા પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે કેવળદર્શન. નામ જતિ લિંગ આદિ વિના જે સામાન્ય જ્ઞાન થાય છે, તે દશન કહેવાય છે. આ પ્રમાણે ઉપરોગોનું સ્વરૂપ કહ્યું.
હવે આ પેગ અને ઉપને જીવસ્થાનકેમાં વિચાર કરવો જોઇએ-કયા છે કેટલા રોગ અને કેટલા ઉપગ હોય તે કહેવું જોઈએ તે કહેવાની શરૂઆત કરે છે, ત્યાં પ્રથમ જીવસ્થાનકની સંખ્યા કહે છે. જી ચૌદ પ્રકારે છે. તે આ પ્રમાણેસૂકમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈદ્રિય, તે ઈન્દ્રિય, ચૌરિદ્ધિ, અસંસી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયએ સાતે અપર્યાપ્તા અને પર્યાપ્ત એમ છના ચૌદ ભેટ થાય છે. જો કે આ અવસ્થાનકેની સંખ્યા આચાર્ય પિતાની મેળેજ આગળ ઉપર કહેશે તે પણ અહીં જ તેનું કથન વધારે ઉપાગી હેવાથી તેનું વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે–સ્પર્શતરૂપ એક ઈન્દ્રિય જેઓને હોય તે પૃથ્વી, અપ, તેલ, વાયુ, અને વનસ્પતિ છે એકેન્દ્રિય કહેવાય છે. તે દરેક સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારે છે. તેમાં જેઓ સૂકમનામકર્મના ઉદયથી સૂક્ષમ પરિણામવાળા અને લોકના સંપૂર્ણ ભાગમાં વ્યાપીને રહેનાર છેતેઓ સૂક્ષ્મ કહેવાય છે. અને જેઓ ખાદરનામકર્મના ઉદયથી બાદર પરિણામવાળા અને તેના અમુક-નિશ્ચિત સ્થાનમાં છે તેઓ બાદર કહેવાય છે. તથા પશન અને રસનરૂપ બે ઈન્દ્રિયે જેએને હેય તે શંખ, છીપ, ચંદન, કડા, જળ, નાના મોટા કરમીવા, અને પૂરા આદિ બેઈન્દ્રિય કહેવાય છે. તથા પર્શન, રયન અને નાસિકારૂપ ત્રણ ઈન્દ્રિયે જેઓને હાથ તે જ, માંકડ, ગઈયા, કુંથુઆ, મોડા, ડીડીઓ, ઉધઈ, કપસ, અથિક, ત્રપુસ, બીજક અને તુંબરૂક આદિ તેઈન્દ્રિય કહેવાય છે. સ્પશન, રસન, નાસિકા અને ચક્ષુરૂપ ચાર ઈન્ડિયા જેઓને હોય છે તે ભ્રમર માંખ, હાંસ, મચ્છર, વીંછી,કીડા, અને પતંગીથા ચૌરિન્દ્રિય કહેવાય છે. સ્પશન, રસન, નાસિકા, ચક્ષ અને શ્રોત્રરૂપ પાચે ઈન્ડિયા જેઓને હોય છે તે મત્સ્ય, મગર મનુષ્ય આદિ પંચેન્દ્રિય છ બે પ્રકારે છે-સંગી અને અસત્તી તેમાં ભૂત, વર્તમાન અને ભાવી પદાર્થોના સ્વભાવને જે વિચાર કરશે તે સંસા. અને સંજ્ઞાવાળા હેય તે સંજ્ઞી કહેવાય છે એટલે કે વિશિષ્ટ મરણ આદિરૂપ મને વિજ્ઞાનવાળા સની કહેવાય છે. અને એવા પ્રકારના અને વિજ્ઞાન વિનાના અસંગી કહેવાય. આ સઘળા જી અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારે છે. તેમાં ગ્રહણ અને પરિણમનના કારણભૂત આત્માની જે શક્તિ વિશેષ તે પર્યાપિત. અને તે પુદગલના
૧ અનાદિકાળથી સર્વજીને નિગોદાવસ્થામાં અચક્ષુદર્શન હોય છે માટે માથામાં પ્રથમ તેને નિર્દેશ કર્યો છે. પરંતુ ચક્ષુદર્શનની પ્રધાનતા હોવાથી ટીકાકારે પ્રથમ તેની વ્યાખ્યા કરી પછી અચસુદર્શન બતાવેલ છે.
૨ જેઓના ગમે તેટલા શરીર એકત્ર થાય છતાં ચમચક્ષુથી ન દેખાય તે સુક્ષ્મ કહેવાય. જેઓના અનેક શરીરને સમૂહ પણ દેખાઈ શકતો હોય તે બાદર કહેવાય.
૩ પીપ્તિ. ક્રિયાપરિસમાપ્તિરાત્મક વિવક્ષિત આહારમહણ, શરીરનિર્વતનાદિ ક્રિયા કરવામાં સમર્થ કરણની નિષ્પત્તિ તે પથપ્તિ, તે પુગલ રૂપ છે અને તે તે ક્રિયાના કર્તા આત્માનું કરણવિશેષ