________________
૩૭૬
પથસંગ્રહ-તૃતીયદ્વાર અને પ્રદેશને સમુદાય તે પ્રકૃતિ, અથવા પ્રકૃતિ-શે. અહિં ટકાકારે વિશેષાવશ્યક ભાષ્યના અનુસાર પ્રકૃતિ-ભેદ એ અથ ગ્રહણ કરેલ છે. તે મૂળકર્મના આ આઠ જ ભેદ છે.
અહિં જ્ઞાનાવરણીથાદિ આઠ કર્મ જે કમપૂર્વક કહ્યાં છે તેમાં આ કારણ છે.
જ્ઞાન-દર્શને રૂપ ચેતના એ જીવને સ્વતત્વ રૂપ સવભાવ-લક્ષણ છે, તેથી ચેતના વિના જીવ-અછવમાં કઈ ભેદ રહેતું નથી, તે બે પ્રકારની ચેતનામાં પણ જ્ઞાનની પ્રધાનતા છે કારણ કે જ્ઞાનથી જ સર્વ શાસ્ત્રોના વિષયોને વાસ્તવિક બંધ થઈ શકે છે અને સર્વ લબ્ધિઓ પણ સાકાપચાગ ચુત એટલે કે જ્ઞાનોપયોગ યુક્ત જીવને જ પ્રાપ્ત થાય છે, વળી કેવળજ્ઞાનની પ્રાતિ વખતે તેમજ મોક્ષની પ્રાપ્તિ સમયે પ્રથમ જ્ઞાનેપગ જ હેય છે. તેથી સર્વથી પ્રથમ તેને આવનાર જ્ઞાનાવરણીય કર્મ કહેલ છે.
જ્ઞાને પગથી ચુત થયેલાએને બીજા સમયે દર્શને પગ જ હોય છે માટે તેની પછી દર્શનાવરણીય કર્મ કહેલ છે.
આ બે કર્મના તીતર કે તીવ્રતમ વિપાકેદથવાળો જીવ બહિતની મંદતા અને ઈનિ ચિની હીનતા આદિ દ્વારા નિત્યાધતા, બધિરતા વગેરે પ્રાપ્ત કરી અન્યછ કરતાં પિતાને અપશક્તિવાળે માની અત્યંત દુઃખને અનુભવ કરે છે અને આ બે કર્મના તીવતર તીવ્ર તમ આદિ શાપશમ પ્રાપ્ત કરેલ છવ બુદ્ધિની કુશળતા અને ઇન્દ્રિયની સુંદરતા આદિ પ્રાપ્ત કરી બીજા કરતાં પિતાને સૂક્ષમ-સુમિતર વરdએના જ્ઞાનવાળે માનતે અત્યંત સુખને અનુભવ કરે છે તેથી આ બે કર્મ પછી વેદનીય કર્મ કર્યું છે.
સુખ-દુખને અનુભવ કરતા સંસારી આત્માને સુખ તથા સુખના સાથને ઉપર શગ અને દુઃખ તથા દુખનાં સાધનો ઉપર છેષ અવશ્ય થાય છે માટે વેદનીય પછી મોહનીય કર્મ જણાવેલ છે.
મોહમાં મૂઢ થયેલ છવ અનેક પ્રકારનાં આર-પરિગ્રહાદિક પાપ દ્વારા નરકાદિ આયુષ્ય ઉપાર્જન કરે છે એથી મિહનીય પછી આયુષ્ય કર્મ જણાવેલ છે.
નરકદિ આયુષ્યના ઉદયને અનુસાર નરકગતિ, પંચેન્દ્રિયજાતિ ત્રસાદિ નામકની પ્રક તિઓ ઉદયમાં આવે છે તેથી આયુષ્ય પછી નામકર્મ કહેલ છે.
નરકાદિ ગતિમાં ઉત્પન્ન થયેલ છવ અવશ્ય ઉચ્ચ-નીચ પર્યાય વિશેષને પામે છે એ અર્થ જણાવવા માટે નામ પછી ગોત્ર કર્મ કહેલ છે.
ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલ છવને ઘણું કરીને દાનાદિ પાંચે લબ્ધિઓ સુલભ અથવા વધુ પ્રમાણમાં હોય છે ત્યારે નીચકૂળમાં ઉત્પન્ન થયેલ જીવને ઘણું કરીને આ પાંચે લબ્ધિઓ દુર્લભ અથવા ઘણા ઓછા પ્રમાણમાં હોય છે એ અર્થ જણાવવા ગોત્ર પછી અંતરાય કર્મ બતાવેલ છે.
ત્યાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના અનુક્રમે પાંચ-નવ-એ-અવીસ-ચાર-બેતાલીસ છે અને પાંચ ઉત્તર લે છે. '