________________
૩પ૬
પંચસંગ્રહ-તુતીયાધાર સંક્રમવડે ઉદય થાય છે. માટે સક્ષેત્ર સાથે વ્યભિચારિ હેવાથી આનુપૂર્વિને ક્ષેત્રવિપાકિ કહેવી એગ્ય નથી. પરંતુ જીવવિપાકિ જ કહેવી જોઈએ. એ પ્રશ્ન કરનારને અભિપ્રાય છે.
તેને આચાર્ય મહારાજ ઉત્તર આપે છે–
આનુપૂર્વિઓને સ્વગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર સંક્રમવહે ઉદય હેય છે છતાં પણ જેવી રીતે તે પ્રકૃતિએને આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર નિમિત્ત સિદય થાય છે તેમ અન્ય કેઈપણ પ્રકૃતિએને થતો નથી તેથી આનુપૂવિઓના રદયમાં આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર અસાધારણ હેતુ છે એ જણાવવા માટે તેઓને ક્ષેત્રવિપાકિ કહી છે ૪૮ હવે જીવવિપાકિ આશ્રયી પરપ્રશ્નને દૂર કરવા કહે છે–
संपप्प जीयकाले उदयं काओ न जति पगईओ । एवमिणमोहहेउ आसज विसेसयं नत्थि ॥४९॥ सम्प्राप्य जीवकालौ उदयं काः न यान्ति प्रकृतयः । एवमेतदोघहेतुमाश्रित्य विशेषितं नास्ति ॥४९॥ અર્થ–જીવ અને કાળરૂપ હેતુને પ્રાપ્ત કરી કઈ પ્રકૃતિએ ઉદયમાં આવતી નથી? અર્થાત સઘળી આવે છે, માટે બધી પ્રકૃતિએ જીવવિપાકિ છે. એના ઉત્તરમાં કહે છે – એઘ હેતુને આશ્રયી તે એમ જ છે વિશેષ હેતુને આશ્રયી એમ નથી.
ટીકાનુ-કઈ એવી પ્રકૃતિઓ છે કે જે પ્રકૃતિઓ છવ અને કાળરૂપ હેતુને આશ્રયી ઉદયમાં આવતી નથી ? અર્થાત્ સઘળી પ્રકૃતિઓ જીવ અને કાળરૂપ હેતુને આશ્રયી ઉદયમાં આવે છે. કારણ કે જીવ અને કાળ વિના ઉદયને જ અસંભવ છે. માટે સઘળી પ્રવૃતિઓ જીવવિપાકિ છે, એવો પ્રશ્નકારને આશય છે.
અહિં આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે સામાન્ય હેતુને આશ્રયી તે તે જેમ કહ્યું તેમજ છે. એટલે જીવ અને કાળને આશ્રયી સઘળી પ્રકૃતિને ઉદય થતું હોવાથી સઘળી પ્રકૃતિએ જીવવિપાકિ છે. પરંતુ અસાધારણ-વિશેષ હેતુને આશ્રયી એમ નથી. કારણ કે જીવ અથવા કાળ સઘળી પ્રકૃતિએના ઉદય પ્રત્યે સાધારણ હેતુ છે. તેની અપેક્ષાએ જે વિચાર કરીએ તે સઘળી પ્રકૃતિએ જીવવિપાકિ જ છે, એમાં કઈ સંદેહ નથી પરંતુ કેટલીક પ્રકૃતિએના ઉદય પ્રત્યે ક્ષેત્રાદિ પણ અસાધારણ કારણ છે માટે તેની અપેક્ષાએ ક્ષેત્રવિપાકિ આઢિ વ્યવહાર થાય છે. તેથી અહિં કઈ દેષ નથી. ૪૯હવે રસઆશ્રયી અન્ય પ્રશ્ન કરે છે–
केवलदुगस्स सुहुमो हासाइसु कह न कुणइ अपुरो । सुभगाईणं मिच्छो किलिट्रओ एगठाणिरसं ॥५०॥