________________
પચસંગ્રહ-દ્વિતીયદ્વાર પ-૪૩ સારવાદનાદિ આઠ અનિત્ય ગુણરથાનકે અનેક જીવ આશ્રયી જગતમાં ઉઠ્ઠષ્ટથી
કેટલા સમય સુધી સતત હોય? ઉ, સાસ્વાદન અને મિશ્ર અસંખ્ય ઉત્સપિણી અવસર્પિણ સુધી અને શેષ છ ગુણસ્થા
નકે અતમુહૂર્ત કાળ સુધી સતત હેાય છે. પ્ર-૪૪ ઉપક્ત આઠ ગુણસ્થાનકે સંપૂર્ણ જગતમાં કોઈ પણ જીવને ઉત્કૃષ્ટથી કેટલા
કાળ સુધી ન હોય? ઉ૦ સાસ્વાદન અને મિશ્ર પાપમના અસંખ્યાતમા ભાગ સુધી, ઉપશમશ્રેણિ અંતર્ગત
અપૂર્વકરણાદિ ચાર વર્ષ પૃથફતવ અને ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ, ક્ષણમાહ
અને અગિ છ માસ સુધી ન હૈય, પ્ર-૪૫ ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સતત કયા કયા ભાવે પ્રાપ્ત થાય?
ઉ૦ સર્વવિરતિ ચારિત્ર અને સિદ્ધપણું. પ્ર-૪૬ નિરતર પ્રતિસમયે અનતા ઉત્પન્ન થાય એવા છે કયા કયા?
ઉ. એકેન્દ્રિય, વનસ્પતિ અને સાધારણ વનપતિકાયના છે. પ્ર-૪૭ જીવ એકેન્દ્રિયપણને ત્યાગ કરી પુના ઉત્કૃષ્ટથી કેટલા કાળે એકેન્દ્રિય થાય? ઉ. કેટલાંક વર્ષ અધિક બે હજાર સાગરોપમ કાળે. -૪૮ જગતમાં મુનિએ સર્વદા હોય છે, વળી તે પ્રતિ અંતમુહ છથી સાતમે અને
સાતમાથી છઠે ગુણસ્થાનકે જાય છે તે ગાથા ૨૩માં સર્વવિરતિ અતર્ગત પ્રમત
અને અપ્રમત્તને અનેક જીવાશ્રયી ઉત્કૃષ્ટ વિકાળ પંદર દિવસને કેમ કહ્યો? ઉ, અવિરતિ કે દેશવિરતિમાંથી પ્રમ કે અપ્રમત્તે જાય તે અપેક્ષાએ તે ગાથામાં
ઉત્કૃષ્ટ વિરહ પદરદિવસને કહ્યો છે, પરંતુ છઠે સાતમે પરાવર્તન કરતા મુનિઓની
અપેક્ષાએ નહિ. પ્ર- જ ન્મ-આગમ અને પંચસંગ્રહાદિ થશે સર્વજ્ઞમૂળક કહેવાય છે તે તેમાં મતાન્તર
કેવી રીતે હોઈ શકે? ઉ. વાત સત્ય છે, પરંતુ પૂર્વે આગમ મુનિભગવતે કંઠસ્થ રાખતા હતા, તે પછી
કેટલાક કાળે મોટા મોટા દુષ્કાળ પડવાથી અને સમરણશક્તિ આદિ ઘટી જવાથી આગમાં બરાબર કંઠસ્થ રહા નહિ, ત્યારબાદ જે આગમાં જે સુનિઓને જે રીતે કંઠસ્થ હતાં તે રીતે તપાસી વાચના દ્વારા વ્યવસ્થિત કર્યા છતાં કેટલાક મુનિઓને ભિન્ન-ભિન્ન રીતે યાદ રહેલ પાઠેને સમન્વય ન થવાથી તેમાં કયા પાઠો સત્ય છે કે અસત્ય તેને નિર્ણય તે કાળના અતિશયશ્રતસંપન્ન આચાર્યો પણ ન કરી શકવાથી તે પાઠ આગમે પુસ્તકારૂઢ કરતી વખતે મતાન્તર રૂપે લેવામાં આવ્યા, તેમજ તે પછી પણ લહીયા વગેરેના લેખનદષના કારણે પણ પહો ભિન્ન-ભિન્ન રૂપે થયા એથી સર્વજ્ઞમૂળક આગમાં મતાન્તરે જણાય છે.