________________
સાહ
સાયિક સમ્યુણિને કાળ સાદિ અનંત છે, ક્ષયોપશમ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કને કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીસ સાગરપમ છે.
દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાષિક આઠવર્ષ જૂન પૂર્વકોડ વર્ષ છે.
આ ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી અહિં જઘન્યથી પણ અતિમુહૂર્ત રહીને જ અન્ય ગુણસ્થાનકે જઈ શકે છે માટે તેથી એછે કાળ સંભવી શકતું નથી.
પૂડથી અધિક આયુવાળા છ તથાસ્વભાવે જ દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતા નથી. માટે પૂર્વડ વર્ષના આયુવાળે કે મનુષ્ય સાધિક સાત માસ ગાર્ભમાં રહી જગ્યા પછી આઠવણે દેશવિરતિ અથવા સર્વવિરતિ ગ્રહણ કરી શકે પણ તે પહેલાં નહિ, માટે ઉત્કૃષ્ટથી તેટલે કાળ કહો છે.
જો કે સૂત્રમાં વજસ્વામિએ ભાવચારિત્ર સ્વીકાર્યોની હકીકત મળે છે પણ તે કવચિત હોવાથી અથવા આશ્ચર્યરૂપ હેવાથી અહિં કોઈ વિશેષ નથી.
પ્રમત્ત, અપ્રમત્ત તેમજ ઉપશમશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ અને ઉપશાન્ત મહ ગુણ સ્થાનકને જઘન્યથી એક સમય અને ઉત્કથી અંતમુહૂર્ત પ્રમાણુ કાળ છે. આ છએ ગુણસ્થાનકને એક સમય પ્રમાણ જઘન્ય કાળ મરણની અપેક્ષાએ જ ઘટે છે. મરણવિના આ કોઈપણ ગુણસ્થાને અંતમુહૂર્ત રહીને જ પછી અન્ય ગુણસ્થાનકે જાય.
પ્રમત્ત અને અપ્રમત્ત આ બન્ને ગુણસ્થાનકને સાથે મળી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉભુલથી દેશવિરતિની જેમ દેશના પૂર્વ વર્ષ પ્રમાણુ કાળ છે.
ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનક તેમજ ક્ષીણમેહ ગુણસ્થાનકને અજવછુટ એટલે કે એક સખે અંતમુહૂત કાળ છે અને અગિ ગુણસ્થાનકને પાંચ હવાક્ષરના ઉચ્ચાર પ્રમાણ અજઘન્ય અંતર્મુહૂર્ત કાળ છે.
સવિલિ ગુણસ્થાનકને દેશવિરતિની જેમ જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશેનપૂવડા પ્રમાણ કાળ છે. અંતમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે જે કેવળજ્ઞાન પામે છે અનકૃત કેવલી કહેવાય છે.
સ્વકાયરિથતિકાળ પર્યાપ્ત-અપર્યાપ્ત તેમજ પૃથ્વીકાયાદિની વિવક્ષા વિના એકેન્દ્રિોની સ્વકાસ્થિતિ કાળથી અનંતા હજારે સાગરેપમ પ્રમાણ અને ક્ષેત્રથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય તુલ્ય અસંખ્ય પુદગલ પરાવર્તન પ્રમાણ છે.
સામાન્યથી પૃથ્વીકાયની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણું પ્રમાણ અને એથી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે.