________________
પચસંગ્રહ-દ્વિતીયદ્વાર કરતાં જે આવે તેટલા ઈશાન ક૯૫ના દેવે છે. માટે જ સંમૂરિઝમ મનુષ્યથી ઈશાન કલ્પના દે અસંખ્યાતગુણા કહ્યા છે.
ઈશાન ક૯૫ના દેવેથી તેની દેવીએ સંખ્યાતગુણી છે, કેમકે બત્રીસ ગુણી અને બત્રીસ અધિક છે માટે. તેઓ કહે છે.
સૌધર્મ કલ્પ અને તિષ્ક આદિ દેના દરેક ભેદમાં દેથી દેવીઓ બત્રીસગુણી હોય છે. ગાથાનાં મુકેલ તુ શબ્દ અધિક અર્થને સૂચક હોવાથી બત્રીસ વધારે લેવાની છે.
છવાભિગમ સુવમાં કહ્યું છે કેતિય"ચ પુરૂષથી તિથી સ્ત્રીઓ ત્રણ ગુણ અને ત્રણ વધારે છે, મનુષ્ય પુરૂષથી મનષ્ય સ્ત્રીઓ સત્તાવીસ ગુણી અને સત્તાવીસ વધારે છે, અને દેવપુરથી દેવ સ્ત્રીઓ બત્રીસગુણી અને બાવીસ વધારે છે.”
તથા ઈશાન ક૫ની દેવીઓથી સૌધર્મકલ્પના દેવે વિમાન ઘણા લેવાથી સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે
ઈશાન દેવલોકમાં અઠાવીસ લાખ વિમાને છે, અને સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાનો છે. વળી સૌધર્મ કહ૫ દક્ષિદિશામાં છે, અને ઈશાન ક૫ ઉત્તર દિશામાં છે. દક્ષિણદિશામાં કૃષ્ણપાક્ષિક જી વધારે ઉત્પન્ન થતા હોવાથી અને જીવસ્વભાવે કૃષ્ણપાક્ષિક જીની સંખ્યા વધારે હેથી ઈશાનક૯૫ના દેવીથી સૌધર્મકલ્પના દેવ સંખ્યાતગુણા છે.
શંકા–દક્ષિણ દિશમાં કૃષ્ણપાક્ષિક જ વધારે ઉત્પન્ન થાય છે માટે સૌધર્મકલ્પના દે સંખ્યાતગુણ છે એમ કહ્યું, આ યુક્તિ પ્રમાણે માહેન્દ્ર દેવલોકની અપેક્ષાએ સનકુમાર કલ્પના દેવે પણ સંખ્યાતગુણ કહેવા જોઈએ, કેમકે બંનેમાં યુક્તિનું સામ્ય છે. તે માટે
કહ૫ને દેવેથી સનસ્કુમારના દેવે અસંખ્યાતગુણા કેમ કહા? અને અહિં સૌધર્મના સંખ્યાતગુણા કેમ કહા?
ઉત્તર–પન્નવણા સૂત્રના મહાદંડકમાં તેમજ કહ્યું છે માટે અહિં પણ તેમ જ કહેવામાં આવ્યું છે. તે મહાદક-મેહું અહ૫મહેતા પહેલા કહ્યું છે.
તથા સૌધર્મક૯૫ના દેવેથી તેની દેવીએ બત્રીસગુણી અને ભત્રીસ વધારે છે. • સૌધર્મકલ્પની દેવીઓથી ભવનવાસિ દે અસંખ્યાતગુણા છે. તે પ્રમાણે
અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના પહેલા વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણતાં આકાશ પ્રદેશની જે સંખ્યા થાય તેટલી ઘનીકૃત લેકની એક પ્રાદેશિકી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ભવનપતિ દેવ-દેવીઓની સંખ્યા છે. અને તેના બત્રીસમાં ભાગમાંથી એક રૂપ ન્યૂન ભવનપતિ દે છે. તેથી સૌધર્મ દેવીથી ભવનપતિ કે અસં. ખ્યાતગુણા છે.
ભવનવાસિ દેવાથી તેની દેવીએ બત્રીસગુણી અને બત્રીસ વધારે છે. ૬૮