________________
કાનુવાદ સહિત
૨૭૧
बादरपर्याप्तकेन्द्रियविकलानां च वर्षसहस्राणि संख्येयानि ।
अपर्याप्तसूक्ष्मसाधारणानां प्रत्येकमन्तर्मुहूर्तम् ॥४९॥ અર્થ–બાદર પર્યાપ્ત એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે. અપર્યાપ, સલમ, અને સાધારણ એ દરેકની કાયસ્થિતિ અંતર્મુહૂની છે.
કાનુડ–વારંવાર પર્યાપ્ત બાદર એકેન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બાદર એકેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષની છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-હે પ્રભે! વારંવાર ખાદર પર્યાપ્ત એકેન્દ્રિય પણે ઉત્પન્ન થતા બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને કાયસ્થિતિકાળ કેટલે હેયર હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંસ્થાતા હજાર વર્ષને હાય.'
આ બાદર પર્યાય એકેન્દ્રિયની કાયસ્થિતિને વિચાર સામાન્ય બાદર પર્યાપ્ત એકેન્દ્રિય છે આશ્રયી કર્યો છે જે બાઇર પર્યાપ્ત પૃથ્વીકાય એકેન્દ્રિય, બાદર પર્યાપ્ત અષ્કાય એકે ન્દ્રિય એમ એક એક આશ્રયી વિચાર કરીએ તે તેઓની કાયસ્થિતિ આ પ્રમાણે જાણવી
કોઈ જીવ વારંવાર પર્યાપ્ત બાદર પૃથ્વીકાય થાય તે તે રૂપે ઉત્પન્ન થતાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજારવર્ષની છે.
આ પ્રમાણે બાદ૨ પર્યાપ્ત અષ્કાય, બાદર પર્યાપ્ત વાયુકાય, અને પર્યાપ્ત પ્રત્યેક વનપતિકાયની પણ સ્વકાય સ્થિતિ જાણવી.
તથા બાદર પર્યાપ્ત તેઉકાયની જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસની જાણવી.
પન્નવણા સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભે! બાદર પથપ્ત પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ કેટલે હોય? હે ગૌતમ! જઘન્યથી અતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ હોય છે.
એ પ્રમાણે અષ્ટાચના વિષયમાં પણ સમજવું હે પ્રભો! બાદર પર્યાપ્ત તેઉકાયને કાળ કેટલું હોય? હે ગૌતમ! જઘન્યથી અંત. ત, ઉત્કૃષ્ટથી સંખ્યાના રાત્રિ-દિવસને હેય છે.
બાદર પપ્ત વાયુકાય, અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયને કાયસ્થિતિ કાળ કેટલો? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ હોય છે.'
તથા વિકસેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય એ દરેકને કાયસ્થિતિકાળ જઘન્યથી તમુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વર્ષ છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – હે પ્રભો! વારંવાર બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતા બેઈન્ડિયન કાયસ્થિતિકાળ કેટલે? હે ગૌતમ! જઘન્યથી અતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચૌદ્રિયને પણ કાળ સમજો.”