________________
166
પચસહ-દ્વિતીયહાર
सचण्हमपज्जाणं अंतमुहुत्तं दुहावि सुहुमाग । सेसाणंपि जहन्ना भवठिई होइ एमेव ||३४|| सप्तानामपर्याप्तानामन्तर्मुहूत्तं द्विधापि सूक्ष्माणाम् ।
शेषाणामपि जघन्या भवस्थितिभवति एवमेव ॥३४॥ અર્થ—ાતે અપર્યાપ્તા અને સૂક્ષમ પર્યાપ્તાનું અને પ્રકારે અંતમુહૂર્વ આયુ છે. શેષ જીવાનું પણ જઘન્ય આયુ એ પ્રમાણે જ છે.
ટીકાનુ–સક્ષમ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અને અગ્નિ સંક્તિ, પંચેન્દ્રિય એ સાતે લબ્ધિ અપર્યાપ્તાના અને સુલમ એકેન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને પ્રકારે એક ભવના આયુનું પ્રમાણ અંતમુહૂર્ત છે. તેઓ અતમુહૂત માત્ર જીવે છે. * .
એટલું વિશેષ છે કે-જઘન્યથી ઉત્કૃષ્ટ અંતમુહુ મોટું છે.
શેષ બાદ એકેન્દ્રિય, ઈન્દ્રિય, તેઈન્ડિયા, ચૌરિન્દ્રિય, અસંજ્ઞિ પંચેન્દ્રિય અને સૂરિ પંચેન્દ્રિય પર્યાપ્તાનું જઘન્ય આયુ અંતમુહૂર્ત પ્રમાણ હોય છે, અને તે બસ છપ્પન આવલિકાથી વધારે હોય છે. ૩૪ હવે કેનિયાદિના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ કહે છે–
बावीससहस्साई बारस वासाई अउणपन्नदिणा । छम्मास पुवकोडी तेवीसयराई उक्कोसा ॥३५॥ द्वाविंशति(व)सहस्राणि द्वादश वर्षाणि एकोनपश्चाशन दिनानि ।
षड्मासाः पूर्वकोटिः प्रयस्त्रिंशत् अतराणि उत्कृष्टा ॥३५॥ અથ–પર્યાપ્ત બાહર એકાજયનું આયુ બાવીસ હજાર વર્ષ, બેઈન્ડિયાદિ ક બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, અને છમાસ, અસજ્ઞિપચેન્દ્રિય તિર્યંચનું પૂડ વર્ષ, અને સંરિનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરેપમ પ્રમાણ છે.
ટીકાનુગ–અહિં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને બાવીસ હજાર આદિ પદે સાથે અનુક્રમે સંબંધ કરવાનો છે. તે આ પ્રમાણે
પર્યાપ્ત બાદ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ બાવીશ હજાર વરસનું છે. અને તે આયુ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવું. શેષ એકેન્દ્રિયની અપેક્ષાએ નહિ, કારણકે શેષ એકેન્દ્રિયનું એટલું મોટું આયુ હોતું નથી. તે પ્રમાણે
૧ ઓછામાં ઓછું બસ છપન આવિલિકા પ્રમાણ આયુ હોય છે, અને તે ઓછામાં ઓછું જીવનારા લબ્ધિ અપીપ્તાનું હોય છે. પથપ્તાનું આયુ બસો છપન્ન આવલિકાથી વધારે જ હોય છે,