________________
પચાસ પ્રહ-હિતી યદ્વાર રતનપ્રભા પૃથ્વીના નારકેના પ્રમાણરૂપે આટલી શ્રેણિઓ સમજવી. એટલે કે ચાર હજાર છનુ સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હેય તેટલા રત્નપ્રભા પૃથ્વીના નારદીઓ છે. .
બીજા વર્ગમૂળ ચાર સાથે પહેલા મૂળ સોળને ગુણાકાર કરે, ગુjતાં ચોસઠ આવે, તેટલી સુચિણિમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ ભવનપતિ દેવતાઓ છે.
તથા ત્રીજા મૂળ બે સાથે બીજા મૂળ ચારને ગુણાકાર કર, ગુણતા આઠ આવે, તેટલી સંપૂર્ણ સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ સૌધર્મ દેવલોકના દેવતા છે.
આ ઉપરથી કેણ કેનાથી વધારે છે તે સહજમાં જણાઈ આવશે. ૧૮ રત્નપ્રભા નારકાદિના વિષયમાં પ્રકારતરે શ્રેણિનું પ્રમાણ કહે છે–
अहवंगुलप्पएसा समूलगुणिया उ. नेरइयसूई। पढमदुइयापयाई समूलगुणियाई. इयराणं ॥१९॥
अथवाङ्गुलप्रदेशाः स्वमूलगुणितास्तु नैरयिकसचिः ।
प्रथमद्वितीयपदौ स्वमूलगुणिताचिरतयोः ॥१९॥ . અર્થ—અથવા અંગુલક્ષેત્રમાં રહેલા પ્રદેશને પિતાના મૂળ સાથે ગુણતાં જે આવે તેટલી શ્રેણિએ રત્નપ્રભા નારકીના પ્રમાણરૂપે સમજવી એજ પ્રમાણે પહેલા અને બીજા મૂળને પિતાપિતાના મૂળ સાથે ગુણતાં જે આવે તેટલી શ્રેણિઓ અનુક્રમે ભવનપતિ અને સૌધર્મના પ્રમાણરૂપે સમજવી.
વિવેચન–અથવા એ પદ અન્ય પ્રકાર સૂચવવા માટે મૂકેલું છે. તે અન્ય પ્રકાર તે આ.
પૂર્વની ગાથામાં અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા પ્રદેશશશિની બસે છપનની કલ્પના કરી હતી, અહિં તે પ્રમાણે કરવાની નથી. પરંતુ વાસ્તવિક જેટલી સંખ્યા છે તેનીજ વિવક્ષા છે.
એક અંશુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશને પિતાના મૂળ સાથે ગુણાકાર કર, ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલી સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ જનપ્રસા પૃથ્વીના નારકે છે.
અંગુલ પ્રમાણુ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા મૂળને પિતાના મૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી સૂચિણિઓ ભવનપાતના પ્રમાણના નિર્ણય માટે સમજવી. એટલે એટલી સુચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ભવનપતિ દેવે જાણવા.
અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના બીજા મૂળને પિતાના મૂળ સાથે ગુણતાં જે પ્રદેશરાશિ આવે તેટલી સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ સૌધર્મદેવલોકના દેવતાઓ છે. ૧૯
હવે ઉત્તરક્રિયશરીરવાળા તિર્યંચનિય છના પ્રમાણના નિર્ણય માટે કહે છે—