________________
ટીકાવાદ સહિત,
૧૩૯
હવે આજ ભાંગાઓને ગણવાની બીજી રીતે કહે છે–
अहवा एकपईया दो भंगा इगि बहुत्तसन्ना जे। एए चिय पयवुड्ढोए तिगुणा दुगसंजुया भंगा ॥८
अथवैकपदिको द्वौ भङ्गौ एक बहुत्वसंज्ञौ यौ।
तावेव पदवृद्धौ त्रिगुणौ द्विकसंयुत्तौ भङ्गाः ॥८॥ અર્થ—અથવા એકત્વ અને મહત્વ સંશાવાળા એક એક પાના જે બખે ભાંગા થાય છે તેનેજ પદની વૃદ્ધિમાં ત્રણ ગુણા કરતાં અને તેમાં બે ઉમેરતાં કુલ ભાંગા થાય છે.
ટીકાનુગાથામાં મુકેલ “અથવા એ પદ અન્ય પ્રકાર સૂચવવા માટે છે. પૂર્વની ગાથામાં બતાવેલ પ્રકારથી બીજે પ્રકાર અહિં બતાવે છે.
જ્યારે આઠમાનું કેઈપણ એક ગુણસ્થાનક હેય ત્યારે તેના એક અને અનેકના લેટે બબ્બે ભંગ થાય છે. જેમકે જયારે એક સારવાદને જ જીવ હાય અન્યત્ર સાત ગુણસ્થાનકે ન હોય, અને તેમાં પણ કેઈ વખત એક હય, કઈ વખત અનેક હોય એમ એક અનેકના ભેદે બે ભંગ થાય, એ પ્રમાણે એક એક પદના બે ભાગ થાય. * હવે બે ત્રણ આદિ પદના એક અનેકના કેટલા ભંગ થાય તે કહે છે-જેટલા પદના એક અનેકના ભંગ જાણવા ઈચ્છા હોય, તેની પહેલાંના પદની સંગ સંખ્યાને ત્રણ ગુણી કરવી, તેમાં બે ઉમેરવા, એટલે જેટલા પદની સંગસંખ્યા જાણવા ઇચ્યું છે તે સંખ્યા આવે. જેમકે બે પદની ભગ સંખ્યા કાઢવી હોય, ત્યારે તેની પૂર્વની બંગસંખ્યા જે બે છે, તેને ત્રણ ગુણ કરી બે ઉમેરીએ એટલે બે પદના ભંગની આઠ સંસ્થા આવે.
એ પ્રમાણે ત્રણ પદની ભંગસંખ્યા જાણવી હોય, ત્યારે તેની પૂર્વના આઠ ભાંગાને ત્રણ ગુણા કરી તેમાં બે ઉમેરીએ એટલે ત્રણ પલના એક અનેકની સંગ સંખ્યા છવીસ આવે.
છવ્વીસને ત્રણ ગુણા કરી તેમાં બે ઉમેરીએ એટલે ચાર પદના એંસી ભાંગા થાય.
એ પ્રમાણે પાંચ પદના અને બેતાલીસ, છ પદના સાત અઠ્ઠાવીસ, સાત પદના એકવીસ છવીસ, અને આઠ પદને પાંસઠ સાઠ ભાંગા થાય છે. ૮
આ પ્રમાણે સત્પદપ્રરૂપણા કરી. હવે દ્રવ્ય પ્રમાણ-ચૌદ સ્થાનકમાંના દરેક જીવસ્થાનકની તથા ગુણસ્થાનકવર્તી છની સંખ્યા કેટલી છે, તે કહે છે
साहारणाण भेया चउरो अणंता असंखया सेसा । मिच्छा गंता चउरो पलियासंखंस सेस संखेजा ॥९॥