________________
પચસંગ્રહ-પ્રથમહાર
માનનારને સર્વસના વચને પ્રત્યે વિશ્વાસને અભાવ હોવાથી મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે, તે સર્વ પ્રભુના વચને ઉપર લેશ માત્ર પશુ શ્રદ્ધા ન હોય તેઓને તે સભ્ય ન જ કહેવાય, મિથ્યાદ િજ કહેવાય.
તે મિથ્યા અભિગ્રહાદિક પાંચ પ્રકારે છે.
() સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુરુસ્થાનક–જેમ ક્ષીરાદિકનું ભોજન કર્યા પછી તેના પ્રત્યે અરુચિ થવાથી તેનું વમન કરતા જીવને ક્ષીરાદિકનો સ્વાદ આવે છે, તેમ ઉપશમ સમ્યક ત્વમાં વત્તતા જીવને અનંતાનુબંધિને ઉદય થવાથી સમ્યક્ત પ્રત્યે અરુચિ થવાથી સમ્યકત્વરૂપી ગુણથી પડતાં તે ગુણને જે આવાર આવે તે આસ્વાદન, અને તેવા આસ્વાદ ચુક્ત જીવનું જે ગુણસ્થાનક તે સારવાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અથવા સમ્યક્ત્વના લાભને સાદી-નાશ કરેલ જીવતું જે ગુણસ્થાનક તે સાસદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક એમ પણ કહેવાય છે. આ ગુણકથનક ઉપશમ સમ્યક્ત્રથી જ પડતાં આવે છે.
ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ અનાદિ સંસારમાં મિથ્યાત્વાદિકના નિમિત્તથી અનત કાળથી શારીરિક, માનસિક આદિ એને અનુભવતે કેઈ જીવ ભવયરિપાકના વશથી ધૂળાક્ષર ન્યાયે અથવા ગિરિ-નદીઘલ-ગોળ ન્યાયે યથાપ્રવૃત્તિકરણ કરે છે.
ઉપગવિના જેમ તેમ પ્રવેa આત્માને જે વિશુદ્ધ પરિણામ તે યથા-પ્રવૃત્તિકરણ, તે વડે આયુ સિવાય સતે કમની સત્તામાં રહેલ સ્થિતિ ઘટાડીને કંઈક જૂન અતડાકેડી સાગરોપમ પ્રમાણ કરે છે. આ કરણ ભવ્ય તથા અક્ષો પણ અનંતીવાર કરે છે.
અહિં જેને મોક્ષ નજીકમાં છે એ ભવ્ય આત્મા અનાદિકાળથી યુદ્ધ કરાયેલ પૂર્વે કયારેય ન ભેદાયેલી રાગ-દેવની ગાંઠને જે અપૂર્વ એવા વિશુદ્ધ અધ્યવસાવડે ભેદે અછત રાગ-દ્વેષને અા રસવાળા કરે છે અથવા પૂર્વે કેહવાર નહિ કરેલ સ્થિતિઘાત, રસઘાત, ગુણશિ અને અપૂર્વ સ્થિતિબંધ એ ચાર પદાર્થો કરે તે અપૂર્વકરણ, ત્યારબાદ આત્મા અનિવૃત્તિકરણ કરે છે.
ત્યાં એક સાથે પ્રવેશ કરેલ આત્માઓને પરસ્પર અધ્યવસામાં અંશમાત્ર ફેરફાર ન હોય તે અનિવૃત્તિકરણ, અહિં પણ સ્થિતિવાતાદિ પૂર્વવત પ્રવર્તે છે.
આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાથ અને એક સંધ્યાત ભાગ પ્રમાણુ કાળ બાકી રહે ત્યારે સત્તામાં રહેલ મિuત્વની સ્થિતિમાંથી નીચે અંતમુહુર્ત પ્રમાણુ એટલે કે અનિવૃત્તિના બાકી રહેલ સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિને શખી તેની પછી અતિમુહુર્ત પ્રમાણ સ્થિતિમાંથી મિથ્યાત્વના કલિક ખાલી કરવા રૂપ અંતરકરણની દિશા શરૂ કરે છે, આ થિાવડે મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થઈ વચ્ચે અંતમુહૂર્ત પ્રમાણુ ખાલી જગ્યા